2002 ની રમખાણોની તપાસ કરનાર અધકારીએ લખી આત્મકથા - તત્કાલીન મુખ્યમંત્રી મોદી વિષે શું લખ્યું જાણો

2002 ની રમખાણોની તપાસ કરનાર અધકારીએ લખી આત્મકથા - તત્કાલીન મુખ્યમંત્રી મોદી વિષે શું લખ્યું જાણો

2002 ની ગુજરાત રમખાણોની તપાસ કરનારી SIT ના પ્રમુખ આર.કે.રાઘવને પોતાના પુસ્તક 'એ રોડ વેલ ટ્રાવેલ્ડ' નામે પોતાની આત્મકથા લખી છે જેમાં તેમણે તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પૂછપરછને લઇને કેટલાક ખુલાસા કર્યા છે. પોતાની આત્મકથામાં સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર આર.કે.રાઘવને જણાવ્યું હતું કે 2002નાં ગુજરાતના રમખાણોમાં એ વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણીના કોઇ પુરાવા નથી. એવો મેં નિષ્કર્ષ રજૂ કર્યો એ પછી મોદીના વિરોધીઓ તરફથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો.
SITના વડા રાઘવને આત્મકથામાં નરેન્દ્ર મોદી અંગે કેટલીક અંગત માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે નરેન્દ્ર મોદી 9 કલાક લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંત અને સંયમી રહ્યા હતા અને પૂછવામાં આવેલા અંદાજિત 100 સવાલોમાં દરેકનો તેમણે જવાબ આપ્યો હતો. જે દરમિયાન તપાસકર્તાઓની એક કપ ચા પણ નહોતી પીધી. નરેન્દ્ર મોદી પાણી પોતાની સાથે લઇને આવ્યા હતા
પૂર્વ સીટ પ્રમુખ રાઘવને પોતાના કાર્યકાળ દરમિયાન બોફર્સ કૌભાંડ, ચારા કૌભાંડ સહિતની તપાસ કરી ચુક્યા છે તેમણે પોતાની આત્મકથા 'એ રોડ વેલ ટ્રેવલ્ડ'માં લખ્યું છે કે મોદી પૂછપરછ માટે ગાંધીનગરમાં SIT કાર્યાલય આવવા માટે સરળતાથી તૈયાર થઇ ગયા હતા અને તેઓ પાણીની બોટલ સ્વયં લઇને આવ્યા હતા. 2002 ગુજરાત રમખાણોની તપાસ માટે કોર્ટ દ્વારા ગઠિત SITના પ્રમુખ બનતા પહેલા રાઘવન મુખ્ય તપાસ એજન્સી CBIના પ્રમુખ પણ હતા.ત્યારે તેઓ બોફોર્સ કૌભાંડ, વર્ષ 2000 દક્ષિણ આફ્રિકા ક્રિકેટ - મેચ ફિક્સિંગ કેસ અને ચારા કૌભાંડ સંબંધિત કેસોની તપાસથી જોડાયેલા હતા.
રાઘવને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તે તરત તૈયાર થઇ ગયા હતા કારણકે અમે તેમના સ્ટાફને કહ્યું હતું કે જો અમે બીજે મળીશું તો તે પક્ષપાત તરીકે જોવાશે જેથી અમારી ભાવનાને સમજીને તેઓ ગાંધીનગર ખાતે સીટ કાર્યાલયમાં આવવા તૈયાર થયા હતા. રાઘવને કહ્યું કે મોદી સાથે પૂછપરછ SIT કાર્યાલયમાં મારી ઓફિસમાં 9 કલાક સુધી ચાલી. મલ્હોત્રાએ બાદમાં મને જણાવ્યું કે મોડી રાત્રે પૂર્ણ થયેલી પૂછપરછ દરમિયાન મોદી શાંત રહ્યા હતા. મોદીએ કોઇ સવાલના જવાબમાં ગોટાળો નથી કર્યો. જ્યારે મલ્હોત્રાએ તેમને પૂછ્યું કે, શું તેઓ બપોરના ભોજન માટે બ્રેક લેવા માંગશે, તો તેમણે શરૂઆતમાં જ ટાળી દીધું. તેઓ પાણીની બોટલ ખુદ લઇને આવ્યા હતા અને લાંબી પૂછપરછ દરમિયાન તેમણે SITની એક કપ ચાનો પણ સ્વીકાર ન કર્યો. મોદીને બ્રેક માટે સહમત કરવા માટે ઘણો આગ્રહ કરવો પડ્યો. રાઘવને મોદીના ઉર્જા સ્તરના વખાણ કરતા કહ્યું કે તેઓ નાના બ્રેક માટે તૈયાર થયા પરંતુ તેઓ ખુદના બદલે મલ્હોત્રાને રાહત આપવાની જરૂરિયાતને જોતા તૈયાર થયા.
SIT એ ફેબ્રુઆરી 2012માં એક 'ક્લોઝર રિપોર્ટ' દાખલ કરી જેમાં મોદી અને 63 અન્ય લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી. તેમાં કોઇ વરિષ્ઠ સરકારી અધિકારી પણ સામેલ હતા. તેમના વિરૂદ્ધ કોઇ કાયદાકિય પુરાવા નહોતા. ઉચ્ચતમ ન્યાયાલયના આદેશ પર ગઠિત SIT દ્વારા ગુજરાત રમખાણની તપાસ કુશળ હતી. મુખ્યમંત્રીની ભૂમિકા પર SITનું સ્પષ્ટ વલણ હતું જે રાજ્ય અને દિલ્હીમાં તેમના માટે અરુચિકર હતું.
રાઘવને લખ્યું છે કે મારા વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી અને મારા પર મુખ્યમંત્રીનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો. ‘અ રોડ વેલ ટ્રાવેલ્ડ’ શીર્ષક તળેની આત્મકથામાં રાઘવને જણાવ્યું હતું કે તેમણે મારી સામે અરજીઓ કરાવી મુખ્યપ્રધાનની તરફેણ કરવાનો મારી સામે આક્ષેપ કર્યો. મારી ટેલિફોનિક વાતચીત પર નજર રાખવા તેમણે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કર્યાની પણ ચર્ચા હતી. પરંતુ સંડોવણી પુરવાર થાય તેવું કઇ ન મળતાં તે નિરાશ થયા હતા.
રાઘવને મલ્હોત્રાના વખાણ કરતા લખ્યું છે કે જો મેં કુશળ અને નિષ્પક્ષ માપદંડ બતાવ્યું તો આ અશોક કુમાર મલ્હોત્રાનું કારણ પણ હતું જેમણે મને 2009માં SITમાં સામેલ કર્યા હતા. ઉચ્ચ કોર્ટે જ્યારે 2017માં રાઘવનને ડ્યૂટીથી હટાવવાની મંજૂરી આપી હતી તો ટીમની જવાબદારી મલ્હોત્રાને જ સોંપવામાં આવી હતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ તે લોકોના નિશાને હતા, જેમણે દિલ્હીમાં ઉચ્ચપદો પર સરળ લોકો દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા. એહસાન જાફરી મામલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ સાબિત કરવા માટે કોઇ રેકોર્ડ નહતો કે કોંગ્રેસ સાંસદે ફોનથી મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મુખ્યપ્રધાને 28 ફેબ્રુઆરી, 2002એ મોડી રાતની બેઠકમાં હિન્દુ ભાવનાના ઘોડાપુર વહે તો હસ્તક્ષેપ નહીં કરવા હાજર રહેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું એવા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના દાવાનું પણ રાઘવને ખંડન કરતાં જણાવ્યું હતું કે આ આત્મકથામાં જણાવ્યું છે કે આ આક્ષેપને સમર્થન મળ્યું નહોતું.