Arvalli : પાણિબાર ગામે વીજતંત્રની ઘોર બેદરકારી આવી સામે

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના આદિવાસિ અંતરીયાળ અને પછાત ટ્રાયબલ વિસ્તારના પાણિબાર ગામે વીજતઁત્રની ઘોર બેદરકારીના કારણે વીજતાર તુટી પડતા ખેડુતોએ મહામહેનતે પશુઓ માટે તૈયાર કરેલ ઘાસચારો બળીને ખાખ થઈ જતા ખેડુતોને પડતા પર પાટાજેવી સ્થિતિ નીર્માણ પામતા ખેડુતોને વળતર ચુકવવા માંગણી કરી છે.
પાણિબાર ગામે ખાંટ દિનેશભાઈ મોતીભાઈ અને પાંડોર વાઘાભાઈ બબાભાઈ ના ખેતરમાં આજ રોજ ખેતરમાંથી પસાર થતી વિજલાઈનના તારના જીવંત વીજતાર તુટી પડતા ખેતરમાં ખેતીકામ કરતા ખેડુતો પૈતાનો જીવ બચાવવા ખેતર છોડી ભાગી છુટ્યા હતા અને ખેડુતોએ વીજતંત્રને જાણ કરી હતી પરંતુ વીજતંત્રના અધિકારીઓએ તુટેલા વિજતાર રીપેર કરવામાં બેદરકારી દાખવતા બીજા દિવસે તેજ ઘટના ફરી બનતા જીવંત વીજતાર ખેડુતોના સુંઢીયાના ઘાસમાં પડતા પંદરસો જેટલા સુંઢિયાના પુળા આગમાં બળીને ખાખ થઈ જતા ખેડુતોના માથે મોટુ સંકટ આવી પડ્યુ છે.આ ઘટના બાબતે સામાજિક એકતા જાગૃતિ મેઘરજના અધ્યક્ષ કીર્તિરાજ પંડ્યા તેમજ કાર્યકર બચું ભાઇ ડેડુણ તથા વિસાલ પંડ્યા દ્વારા સ્થળ પરજ મહેસાણા ચીફ એન્જીનીયર ને ફોન કરી ને જાણ કરી હતી તેમજ ગરીબ ખેડુત ને નુકસાન નું વળતર મળે તેમાટે કાર્યવાહી કરવા માં સામાજીક એકતા મંચની ટીમ ધ્વારા માંગ કરવામાં આવી છે.