Arvalli : બુટલેગરો દ્વારા કારમાં પરિવાર જેવો માહોલ ઉભો કરી દારૂની હેરાફેરી

બુટલેગરો હવે વિદેશી દારૂ ઘુસાડવા કારમાં પરિવાર જેવો માહોલ ઉભો કરી દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હોય તેમ મેઘરજ પોલીસે હવે દારૂની હેરાફેરી માટેનો નવો જ કીમિયો શોધી કાઢ્યો છે.મેઘરજ પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે કાલીયાકુવા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારને અટકાવી તલાસી લેતા કારમાં હેન્ડબ્રેક અને શીટ નીચે ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્ત ખાનામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ-પાઉચ નંગ-૨૨૧ કીં.રૂ.૩૮૯૦૦/- નો જથ્થો જપ્ત કરી ૧)મહેન્દર ઈન્દરસિંગ રાણા,૨)વિજયસીંગ રોડસીંગ દેવડા અને ૩)મનીષા ઉર્ફે કોમલ મહેન્દ્ર શર્મા (ત્રણે રહે.ઉદેપુર-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ,કાર મળી કુલ રૂ.૩૪૯૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી યુવતી સહીત બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જેમાં ઈ-ગુજકોપ પોકેટ કોપમાં ત્રણે આરોપીની માહીતી ચેક કરતા વિજયસીંગ દેવડા સામે અગાઉ પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ હતો અને ફરાર હતો મેઘરજ પોલીસને વધુ એક ગુન્હાનો ઉકેલ કરવામાં સફળ રહી હતી