Banaskantha : દિવાળી તહેવારો બાદ કોરોના કેસોમાં ઉછાળો

દિવાળી તહેવારો બાદ રાજ્યમાં કોરોનાનું જોર વધ્યું છે ત્યારે મહાનગરોમાં સ્થિતિને કાબુમાં લેવા કરફ્યુની અમલવારી કરાઈ છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધતાં વહીવટી તંત્રની ચિંતા વધી છે.
લોકોએ સ્વયંભૂ સાવચેતી રાખ્યા વિના તહેવારોની ભીડમાં મજા માણતા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય સ્તરે કોરોનાએ પોતાની પકડ જમાવી લેતાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. જિલ્લામાં પાલનપુર ડીસા કોરોના હોસ સ્પોટ બની ગયા છે. તેમજ ગ્રામ્ય સ્તરે કાંકરેજ ,થરાદ, ધાનેરા તાલુકોમાં કોરોનાની ગંભીર સ્થિતિ બની છે. કલેકટર આનંદ પટેલે કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે નાનાં મોટા મેળાવડા તેમજ પ્રસંગમાં ભીડ એકત્રીત થાય તો ગ્રામ્ય સ્તરે સરપંચ - તલાટી અને. પાલિકા વિસ્તારમાં વોર્ડ ઈન્સપેક્ટર દ્વારા મામલતદાર, ટીડીઓ,પ્રાંત અધિકારી કે ચીફ ઓફિસરને જાણ કરવા માટેના જરૂરી સૂચનો કર્યા છે.
સિવિલ સર્જને જણાવ્યું કે તહેવારો બાદ કોરોનાના કેસો વધ્યા છે. બજારોમાં ભીડ ના કારણે કોરોનાંને નિમંત્રણ મળ્યું છે. સિવિલના બંને આઈસીયું ફૂલ થઈ ગઈ છે તેમજ કોરોનાનાં ક્રિટિકલ પેશન્ટો હોસ્પિટલમાં વધી રહ્યાં છે આજ. પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં પાલનપુર સિવિલ કોતોના દર્દીઓથી ભરાઈ જશે. કોરોનામાં લાપરવાહી રાખતાં લોકોએ પણ લક્ષણો જણાતા વહેલી તકે સારવાર લેવા માટે પણ સિવિલ સર્જને અપીલ કરી હતી.
કોરોના મહામારીને રોકવા સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે છે. જિલ્લામાં સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 675 બેડની વ્યવસ્થા કરાઈ છે તેમાં 111 જેટલા બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં કોરોના. કેસોના સંક્રમમાં પ્રથમ ક્રમે પાલનપુર,બીજા ક્રમે ડીસા, ત્રીજા ક્રમે કાંકરેજ તાલુકો છે જેમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા છે દિયોદર,થરાદ અને ધાનેરામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી. મનીષ ફેન્સીએ જણાવ્યું કે દિવાળી તહેવારો બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે રોજના 50 થી 60 જેટલા કેસો નોંધાઈ રહ્યાં છે. સરકાર દ્વારા સ્થિતિ ને પોહચી વળવા પૂરતી સુવિધાઓ કરાઈ છે. જિલ્લાની પીએચસી અને સીએચસી પર પણ રેપીડ ટેસ્ટ ની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. લોકોને કોરોના લક્ષણ જણાય તો નજદીકી આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવી શકે છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે લોકો સ્વયંભૂ કોરોના તકેદારી રાખશે તો કોરોના જંગ આપણે જીતી શકીશું.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં દિવાળી તહેવારો બાદ કોરોનાના કેસો વધતા કોરોનાનું ભય વધ્યો છે. વહીવટી તંત્ર પણ કોરોના જંગ જીતવા સજ્જ બન્યું છે ત્યારે લોકોએ પોતાની નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ તે ઇચ્છનીય છે.