Banaskantha : બનાસડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ

એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા હવે હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે તેમજ આવનારા સમયમાં આ પદ્ધતિ દ્વારા સરહદી વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે
શું તમે કોઇએ સાંભળ્યું છે કે હવે હવામાંથી પાણી પણ બનશે, કદાચ અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય પરંતુ આવનાર સમયમાં જે રીતે હવા માંથી વીજળી ઉત્પન્ન થાય છે તેવી જ રીતે કદાચ લોકો હવામાંથી પાણી પિતા હોય તો નવાઈ નહીં લગાડતા. જી હા એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવા ની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને આમાં કેટલેક અંશે સફળતા પણ મળી છે, આ અંગે બનાસડેરી દ્ધારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે હવે રણ વિસ્તાર મા પણ લોકો ને સહેલાઈથી પાણી મળી રહેશે  બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરીએ  રણ વિસ્તાર મા સોલાર પ્લેટ ના ઉપયોગ થી એક પદ્ધતિ વિકસાવી જેના દ્ધારા હવાની વરાળ માથી ટેકનોલોજી ની મદદ થી દિવસ નું 120 લીટર જેટલું પીવાનું સુદ્ધ પાણી બનવવામાં આવી રહ્યું છે. જે રણ વિસ્તાર મા વસતા લોકો અને જવાનો માટે ખુબજ ઉપયોગી બની રહેશે જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનાર સમય મા પાણી સમશ્યા માંથી છુટકારો મળી શકશે