Bardoli : કોંગ્રેસના ગઢને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમરકસી

અંબાજી થી લઈને ઉમરગામ ના આદિવાસી જિલ્લાઓમાં કોંગ્રેસ ના ગઢ ને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમરકસી છે ત્યારે ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી પ્રચારમાં આવેલ મુખ્યમંત્રીએ કોંગ્રેસે ગુમાવવાનું છે અમારે મેળવવાનું છે એવું કહ્યું હતું.
ગુજરાત રાજ્યની 8 ખાલી પડેલ વિધાનસભાની બેઠક પર ચૂંટણી થતા પ્રચાર પ્રસાર માં બન્ને રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ લાગી ગઈ છે ત્યારે ડાંગ ના આદિવાસી મતદારો પર પંજા ની માનસિકતા ભૂસવા માટે ભાજપ એ તમામ જોર લગાવી દીધું છે. આજે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ જિલ્લામાં જાહેરસભા સંબોધી હતી, જેમાં કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવતા ભાજપની વિવિધ યોજના ગણાવી આદિવાસી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા હતા. સોસીયલ ડિસ્ટન્સ સાથે સભા મંડપ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિજય રૂપાણીએ આવતાની સાથેજ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી ને કોંગ્રેસ તૂટી જશે એવી વાત કરી હતી. સાથે વિધાનસભાની તમામ બેઠકો કોંગ્રેસની હતી એટલે કોંગ્રેસ ગિમાવસે અને ભાજપ મેળવશે એવું પણ કહ્યું હતું.