Bhabhar : ગેરકાયદે યુવકની અટકાયત કરી ઢોરમાર માર્યો

ભાભર માં ગેરકાયદે યુવકની અટકાયત કરી ઢોરમાર મારતા પીએસઆઇ સહિત ચાર પોલીસ કો. વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓને રજુઆત
પોલીસ નુ કામ કાયદો વ્યવસ્થા જાળવાનુ અને લોકોને સુરક્ષિત રાખવાનુ છે.પોલીસ જાતે કાયદો હાથમાં લે ત્યારે તે પોલીસ દમન કહેવાય ભાભર પીએસઆઇ આહિર દ્વારા થોડા સમય પહેલાં દલપતભાઈ રાવળને ત્યાં ચોરી થઈ હતી તે બાબતે ભાભરનવાના રાઠોડ મહેશસિહ સામતસિહ નામના યુવકને ગેરકાયદે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવી પીએસઆઇ અને પોલીસ દ્વારા ઢોરમાર મારી બળજબરી પૂર્વક મહેશસિહ ને ચોરી નો ગુન્હો કબૂલ કરવા કહેલ પરંતુ મહેશસિહ એ ના પડતા તેને અન્ય ગુન્હ માં ફસાવી દેવાનું કહી યુવકને તેના કુટુંબીજનો પોલીસ સ્ટેશને આવી જતાં છોડી મુકેલે ત્યારબાદ યુવકની પીઠ,હાથ,પગના ભાગે પોલીસ દ્વારા મારેલા ઢોરમારને કારણે તબિયત લથડતા તેના કુટુંબીજનો દ્વારા ભાભર સરકારી દવાખાને દાખલ કરવામાં આવેલ જયાં ડોક્ટર દ્વારા તેને થયેલ ઇજાના ફોટા પાડી સારવાર કરવામાં આવેલ ભાભર પોલીસ દ્વારા ગેરકાયદે અટકાયત કરી માર મારતા યુવક દ્વારા ભાભર પીએસઆઇ આહિર તેમજ ચાર પોલીસ કોન્સ્ટેબલ ૧. મહેશભાઈ. ૨. અશ્ર્વિનભાઈ માળી.૩. પ્રધાનજી.૪ અમરતભાઇ વિરુદ્ધ લેખિત માં ઉચ્ચ અધિકારીઓ સમકક્ષ રજૂઆત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે અને જો ન્યાય નહીં મળે તો કોર્ટમાં કેસ કરવાનુ મિડિયા સમકક્ષ જણાવ્યું હતું.હવે જોવાનું એ રયુ કે ઉચ્ચ અધિકારીઓ શુ પગલાં લે છે.