Bhavnagar : N.D.R.F દ્વારા કોવિડ-19 અંગે જનજાગૃતિ રેલીનુ આયોજન

N.D.R.F દ્વારા કોવિડ-19 અંગે ભાવનગરમાં જનજાગૃતિ રેલીનુ આયોજન
ભાવનગર શહેરમાં વડોદરા N.D.R.F. દ્વારા ભાવનગરમા કોરોના મહામારી અંતર્ગત લોકોમા જાગૃતિ વધે તે માટેની જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે રેલી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થઇ શહેરના ભીડભંજન ચોક, રૂપમ ચોક, મેઇન બજાર, ખારગેટ, દાણાપીઠ, રેલ્વે સ્ટેશન રોડ, શેલારશાહ ચોક, જશોનાથ ચોક, મોતીબાગ સહિતના વિસ્તારોમા ફરી લોકોને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગે જાગૃત કરવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો. આ રેલીનુ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ ઉપસ્થિત સૌ કોઇને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગેના શપથ લેવડાવ્યા હતા. લોકો વારંવાર હાથ ધોવે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે તથા માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે, સંપુર્ણ શરીર ઢંકાયેલુ રહે તેવા વસ્ત્રો પહેરે, હાથને સાફ કર્યા સિવાય મોં પર ન અડે, છીંક અથવા ખાસી આવે તો હાથના બદલે કોણી અથવા રૂમાલ કે ટીસ્યુ પેપરનો ઉપયોગ કરે તેવા પોસ્ટર્સ, બેનર તેમજ સ્લોગનો થકી રેલી દરમ્યાન લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.