Chalthan : કોંગ્રેસ સફાયા સાથેની પ્રથમ અને મહત્વની બેઠક યોજાઇ

કડોદરા નગર ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ તથાં કડોદરા નગરનાં તમામ હોદ્દેદારો તેમજ પદાધિકારીઓની રણનિતી અનુરૂપ કોંગ્રેસ સફાયા સાથેની પ્રથમ અને મહત્વની બેઠક ગતરોજ કડોદરા નગર ચૂંટણી ઈન્ચાર્જ જગદીશભાઈ પારેખના નેજા હેઠળ યોજાઇ હતી.
વર્ષનાં અંતે ૨૨ ડિસેમ્બરનાં રોજ ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ ના ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ બાદ સંગઠનનાં હોદ્દેદારો ત્વરિત જ માઈક્રો લેવલે પોતાની રણનિતી ઘડવામાં તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા જેને લઈને કડોદરા નગર ખાતે પ્રાથમિક પરતું મહત્વની કોંગ્રેસ સફાયા માટેની રણનિતી માટે યોજના ઘડવામાં આવી હતી ગુજરાત પ્રદેશ અધ્યક્શ શ્રી સી.આર.પાટીલ સાહેબનાં દિશા નિર્દેશ બાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ દ્વારા જિલ્લાનાં ૧૩ મંડળો ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તાલુકા તેમજ શહેરનાં મંડળો માટે ચૂંટણી ઈન્ચાર્જ એક બહારનાં તથાં એક સ્થાનિક ઈન્ચાર્જ તરીકે નિમવામાં આવ્યાં હતાં જે અનુસંધાને બહારના ચૂંટણી ઈન્ચાર્જ તરીકે જગદીશભાઈ પારેખ ની નિમણુંક કરવામાં આવી હતી તેમજ સ્થાનિક ચૂંટણી ઈન્ચાર્જ તરીકે કડોદરા ની રાજનીતિમાં મહારથી ગણાતાં વિસ્તારનાં ચાણક્ય તરીકે જાણીતા યુવા ચેહરા હિતેશ દેસાઈ ની વરણી કરવામાં આવી હતી ચૂંટણી ઈન્ચાર્જ શ્રી દ્વારા ભાજપા ને ફરીથી સત્તા પર લાવવા માટે માઈક્રો પ્લાનીંગ સાથેનાં મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યાર બાદ તેમનાં દ્વારા ઉપસ્થિત સૌવ કોઈ ને વિજય લક્ષય સુધી પહોંચાડવાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું હતું જેને લઈને સૌવ કોઈએ પોતપોતાનાં વિસ્તાર અનુરૂપ સમિકરણો મુજબ સુચનો આપ્યાં હતાં જેથી ઉપસ્થિત સૌવ કોઈનું જે રીતનું સંકલન સધાયેલુ જોવાં મળ્યું હતું તે જોતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ગાબડાં પાડવાની વાતો માત્ર અને માત્ર પોલમપોલ જણાઇ હતીં. 
ઉલ્લેખનીય છે કે નવસારી સંસદીય ક્ષેત્ર માં દેશના સૌથી વિક્રમી લીડ સાથે જીત મેળવનારા તથાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ નું બિંરુદ હાંસલ જેમણે કર્યું છે તેવાં ગુજરાત પ્રદેશ અધ્યક્શ સી.આર.પાટીલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ ની ટીમ કામે લાગી ગઈ છે પ્રદેશ અધ્યક્શશ્રી ના પેટા ચૂંટણીનાં આઠ બેઠકોનાં પરીણામો જોતાં તેમની બુધ્ધી કુનેહ ના પરચાથી સૌવ કોઈ વાકેફ છે જેથી જ તેમણે સોંપેલું પેજ કમિટીનું ૧૦૦ ટકા કાર્ય કડોદરા નગર ભાજપ સંગઠન તથાં પદાધિકારીઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અહીં નોધંવુ રહયું કે ભાજપા પ્રદેશ અધ્યક્શનાં આહવાન બાદ રાજ્ય ભરમાં કુલ ૮૦ લાખ પેજ પ્રમુખો સહિતની કમિટી જયારે બનવા જઈ રહી છે ત્યારે હાલનાં તબક્કે કુલ ૫૦ લાખ પેજ પ્રમુખો સહિતની કમિટી બની ચૂકી છે જે કામગીરી ને દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ નોંધ લીધી હતી.
બેઠક દરમિયાન વર્ષોથી ભાજપનાં કર્મનિષ્ઠ આગેવાનો,પદાધિકારીઓ સહીત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા જેને લઈને કડોદરા નગર ચૂંટણી ઈન્ચાર્જ જગદીશભાઈ પારેખ સાથે પ્રાથમીક રીતે પહેલી મુલાકાતે સંકલન સાંધી તમામ ૨૮ બેઠકો પર કોંગ્રેસનાં સફાયા માટે સૌવ કોઈ સંકલ્પબદ્ધ થયાં હતાં.