Dabhoi : ગાયકવાડ સાસણનું વઢવાના સિંચાઇ તળાવ ખાસ્તાહાલ

ડભોઇ તાલુકાના વઢવાના ગામે પ્રવાસન વિભાગ દ્વારા ગાયકવાડ સાસણનું વઢવાના સિંચાઇ તળાવ ને બ્યુટીફીકેશન તેમજ પ્રવાસન કેન્દ્ર હોય ત્યાં સુંદર અને સુશોભીત રીતે તૈયાર બે વર્ષ પૂર્વે થી 5 કરોડ ના ખર્ચે વિકાસ ના કામોની શરૂઆત કરવામાં આવી હતી પ્રજા જોગ તેને લોકાર્પણ કરતાં પૂર્વે જ અહી વિકસિત થયેલ બાગ, ટેન્ટહાઉસ, 18 જેટલા વિવિધ રૂમો, કેંટિંગ સહિત સૌચાલય અને પાણીની પરબ બિસ્માર અને ખાસ્તાહાલ થઈ જવા પામી છે.
ડભોઇ તાલુકા નું એક માત્ર પક્ષી પ્રવાસન કેન્દ્ર વઢવાના જ્યાં શિયાળા ની રૂતુ માં લાખો પક્ષી દૂર દેશો માથી પ્રવાસ કરી અહી 4 માસ માટે આવતા હોય છે જેને ધ્યાન માં રાખી વઢવાણા સિંચાઇ તળાવ ને વેટલેંડ માં પરિવર્તિત કરી તેને પક્ષીધામ તરીકે પરખ્યાત કર્યું છે હજારો ની સંખ્યા અહી પ્રવાસીઓ પક્ષીઓ નિહાળવા આવતા હોય છે જેને ધ્યાનમાં લઈ પ્રવાસન વિભાગ દ્વારા આને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવા માટે અંદાજીત 5 કરોડ જેટલી ગ્રાન્ટ ફાડવી વઢવાના સિંચાઇ તળાવ ના આસ પાસ ના વિસ્તાર ને વિકાસવાનું બેડું ઉપાડયું હતું બે વર્ષ પૂર્વે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાકટરો દ્વારા તળાવ નજીક સુંદર બગીચો, 18 રૂમ વાળું ગેસ્ટહાઉસ, તેમજ 8 ટેન્ટ હાઉસ સહિત રમત ગમત ના સાધનો તેમજ પીવાના પાણીને પરબ અને શૌચાલય તેમજ કેંટિંગ નું નિર્માણ કર્યું હતું પણ લોકાર્પણ થતાં પૂર્વે જ તમામ વિકાસ ના કામો ઉપર પાણી ફરી ગયું હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે અધીકારીઓ અને ગ્રામજનો નું કહેવું છે કે કોન્ટ્રાકટર દ્વારા થયેલ કામા ગીરી ખૂબ નીચી ગુણવતા ની છે જેને કારણે વિકાસ ના કામો નું લોકાર્પણ થતાં પુર્વેજ બિસ્માર અને ખસ્તાહાલ થઈ જવા પામ્યા છે જ્યારે આ તળાવ સુધી પહોચવા માટે નો બે કિલોમીટર જેટલો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી સહેલાણીઓ ને અહી પ્રવાસ માટે આવતા સંકોજ ઊભો થાય છે. જ્યારે હવે ડભોઇ પંથક માં સિયાળાની રૂતુ નો પાપાપગલી સાથે પ્રારંભ થઈ રહ્યો છે આવનાર 15 દિવસ માં તળાવ ખાતે યાયાવર પક્ષીઓ નું આગણ દેશ વિદેશ માં થી શરૂ થઈ જસે ત્યારે વિકાસ કર્યો નું આયોજન સફળ બનશે કે કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે. વઢવાના સિચાઈ તળાવ ખાતે પક્ષીઓ ના આવતા ની સાથે સહેલાણીઓ ની પણ અવાર જવર શરૂ થસે પણ સહેલાણીઓ માટે કોઈ સુવિધા ન હોય આવનાર સહેલાણીઓ માં મુજવાન ઊભી થઈ છે.આગામી સમય માં કોન્ટ્રાકટરો દ્વારા વિકાસ ના કામો નું લોકાર્પણ થતાં પૂર્વે કેવું કામ કરવામાં આવનાર છે તે જોવું રહ્યું શું ફોરેસ્ટ વિભાગ આ કોન્ટ્રાકટર વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે હજી સુધી જાણવા મળ્યું નથી. પણ વહેલી તકે વિકાસ ના કામો પૂર્ણ થઈ સહેલાણીઓ માટે નવી અને આધુનિક સુવિધાઓ ઊભી થાય તેવી અવાર નવાર આવતા સહેલાણીઓ માં માંગ છે.