Dabhoi : નોબલ પબ્લિક સ્કૂલના વિધ્યાર્થીઓની ઓનલાઈન ગરબાની રમઝટ

ડભોઇ મોટાહબીપુરા ખાતે નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નોબલ પબ્લિક સ્કૂલ ના વિધ્યાર્થીઓ ઓનલાઈન ગરબાની રમઝટ બોલાવી મોટી સંખ્યામાં ગુજરાતી અને અંગ્રેજી મધ્યમ ના વિધ્યાર્થીઓ એ ભાગ લેધો હતો.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે શાળા કોલેજ બંધ હોવા છતતા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડતી ડભોઇ ની મોટાહબીપુરા નજીક ની નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા વિધ્યાર્થીઓ ને કેડવાની માટે ઓનલાઈન સ્પર્ધાઓ રાખી વિવિધ તહેવારો ની ઉજવણી કરી રહી છે ત્યારે હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ ને ધ્યાન માં રાખી શાળા સંચાલક એ.એ.મધવાની અને શિક્ષક ગણ દ્વારા ઓનલાઈન ગરબા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. પોતાના ઘરે જ રહી ગરબા રમી ગરબાના વિડીયો શાળા ને મોકલ્યા હતા. અને ભારે ઉત્સાહ પૂર્વક નવરાત્રી મહોત્સવ માં ભાગ લીધો હતો જ્યારે સંચાલક દ્વારા નવરાત્રીની શુભેચ્છાઓ પાથવામાં આવી હતી