Diyodar : વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃતિ લાવવા માટે ફેલગ માર્ચ યોજી

દિવાળીના તહેવારો પુન થયા બાદ રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસમાં સતત વધારો થયો છે જેમાં આરોગ્ય તંત્રની સાથે વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવી રહું છે જેમાં આજે દિયોદર નાયબ કલેકટર એમ કે દેસાઈ અને મામલતદાર કે કે ઠાકોર અને પોલીસના કાફલા સાથે બજારમાં ફેલગ માર્ચ યોજી હતી અને કોરોના વાઇરસની આ ગંભીર બીમારી સામે યોગ્ય કાળજી રાખવા તેમજ દરેક લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટનનું પાલન કરવા સલાહ આપવામાં આવી હતી
આ ફેલગ માર્ચમાં દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા અને તલાટી કર્મ મંત્રી સહિત તેમની ટિમ પણ જોડાઈ હતી જેમાં દુકાનો ના વહેપારી ઓ દ્વારા સોસીયલ ડિસ્ટન ના રાખતા અને ગ્રાહકો એ માસ્ક ના પહેરતા સ્થળ પર દંડ વસુલવામાં આવ્યો હતો અને પોલીસ તંત્ર દ્વારા પણ વાહનો પર ત્રણ સવારી નીકળતા લોકો પાસે ફેલગ માર્ચ દરમિયાન દંડ વસુલયો હતો જો કે આ ફેલગ માર્ચ માં લોકો ને સાવચેતી માટે સલાહ આપવામાં આવી હતી