G-20 સમિટ - 2030 માં 2.6 કરોડ ઉજ્જડ જમીન ફળદ્રુપ બનશે

G-20 સમિટ - 2030 માં 2.6 કરોડ ઉજ્જડ જમીન ફળદ્રુપ બનશે

સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં G -20 સમિટ વર્ચુઅલ રીતે આયોજન કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટમાં વિશ્વને ઝડપી વિકાસ માટે મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે વિકાસશીલ દેશોને વિસ્તૃત ટેકનોલોજીનો સહયોગ અને આર્થિક સહાય આપીને જ દુનિયા ઝડપથી વિકાસ કરી શકે છે તેમણે તમામ દેશોને જળવાયુ પરિવર્તનોને બંધ દરવાજા પાછળ નહીં પરંતુ સંકલિત, વ્યાપક રીતે લડવાની હાકલ કરી હતી. પીએમ મોદીએ 2030 સુધીમાં ફરીથી ભારતમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. G-20 કોન્ફરન્સના બીજા દિવસે સંબોધન કરતા કહ્યું હતું કે ભારત માત્ર પેરિસ કરારનું પાલન કરી રહ્યું નથી પરંતુ તેના કરતા પણ વધુ કામ બતાવી રહ્યું છે. માનવતાની સમૃદ્ધિ માટે, દરેક વ્યક્તિને સમૃધ્ધ કરવા પડશે. શ્રમિકોને ઉત્પાદનના એકમાત્ર પરિબળ તરીકે જોવાની જગ્યાએ દરેક શ્રમિકના માનવીય ગૌરવ તરફ ધ્યાન આપવું જોઈએ. આ અભિગમ ગૃહની સુરક્ષા માટે શ્રેષ્ઠ બાંયધરી આપશે।