Halvad : કીડી પાસે 30 જેટલા અગરના પાટામા પાણી ઘુસી ગયું

હળવદના કીડી પાસે 30 જેટલા અગરના પાટામા પાણી ઘુસી જતાં અગરીયાઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છે જેમાં રણમાં 5 કિલોમીટર દૂર સુધી પાણી ફરી વળતા દોઢેક માસની મહેનત પર પાણી ફરી વળ્યું છે તો સાથે સાથે અવારનવાર રણમાં નર્મદાના પાણી ઘુટણ સુધી આવી જતાં અંતે અગરીયાઓએ આર્થિક સ્થિતિ કફોડી બની જતાં ના છુટકે આત્મહત્યા કરવા પડવાની ચિમકી ઉચ્ચારી હતી.
કાળી મજુરી કરી અમૃત સમાન મીઠું પકવતા અગરીયાઓને રણમાં અવારનવાર નર્મદાના પાણી આવી જતાં નુકસાન થાય છે જેમાં હળવદના કીડી ગામ પાસે ધાગંધ્રા બ્રાંચ કેનાલનુ રણમાં 5 કિલોમીટર સુધી આવી જતાં રણમાં 30 પાટામા મજુરી કરતાં 130 વધારે અગરીયાઓની દોઢેક માસની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેમાં દરેક અગરના પાટાના દરેક અગરીયાઓને 25 હજારથી વધુ પાણી ધોવાણ થવાથી લાખો રૂપિયાની નુકસાન વેઠવી પડી છે અને પાણી બંધ નહીં કરાય તો આત્મહત્યા કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
પાછોતરા વરસાદના પગલે અગરીયાઓએ એક મહિના જેટલુ મોડું રણમાં કામગીરી હાથ ધરી હતી અને વળી પાછી રણમાં અવારનવાર ધાગંધ્રા બ્રાંચ કેનાલનુ પાણી ઘુસી જતાં મોટાપાયે નુકસાન થાય છે જેમાં તાલુકાના કીડી,જોગડ, રણમલપુર,માલણિયાદ,એંજાર સહિતના અગરીયાઓ પોતાની રોજગારી મેળવી સ્વાદિષ્ટ ભોજન માટે મીઠું પકવતા હોય છે પરંતુ દર વર્ષના જેમ મીઠાના અગરના પાટામા પાણી આવી જતાં મોટાભાગે નુકશાન વેઠવું પડે છે ત્યારે હવે મીઠું પકવતા અગરીયાઓને વારંવાર મહેનત પર નર્મદાના પાણી ફરી વળતા હવે ના છુટકે આત્મહત્યા કરવાની ફરજ પડી શકે તેમ છે.