Jamnagar : વિજયા દશમીના પર્વે નિમીતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી... વિજયા દશમીએ જામનગર રાજપૂત સેવા સમાજ ખાતે જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબદશેરા નિમિતે શસ્ત્રપૂજન કરાયું હતું.
જામનગર માં વિજયા દશમીના પર્વે નિમીતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન , વિજયા દશમીના પર્વે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂતોએ કર્યું શસ્ત્ર પૂજન , કોરોનાના કાળ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાજપૂત સમાજમાં પરંપરા જાળવી
આસો માસના શુક્લ પક્ષની દશમની તિથિ પર દશેરાનો પર્વ ઉજવાય છે. આ વર્ષે દશેરા 8 ઓક્ટોબર એટલે કે આજે ઉજવાશે. દશેરાનો પર્વ અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવાય છે. આ દિવસે લંકાપતિ રાવણનો શ્રીરામએ વધ કર્યો હતો. ત્યારથી આજ સુધી દશેરા પર રાવણદહન કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસની અન્ય એક માન્યતા પણ છે જે અનુસાર આ દિવસે માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. દશેરાના પર્વ પર રાવણદહન ઉપરાંત શસ્ત્રપૂજન પણ કરવામાં આવે છે. આજે જ્યારે દશેરાનો પાવન પર્વ છે ત્યારે જામનગરમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજની વાડી ખાતે જામનગર શહેર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા જામનગરના રાજપૂત આગેવાન દ્ધારા સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાજપૂત સમાજમાં પરંપરા જાળવી....