Jetpur : બાવાપીપલીયા અને વાળા ડુંગરા ગામમાં કોરોનાની એન્ટ્રી

કોરોના ની મહામારી ને લઇ ને સમગ્ર દુનિયા અને માનવજાત માં ફફડાટ છે અને વિશ્વ ભર માં કોરોના મહામારી એ સમગ્ર દુનિયામાં કહેર વર્તાવ્યો છે ત્યારે રાજકોટ જીલ્લાના 139 અને જેતપુર તાલુકાના 2 ગામ એવા છે કે જ્યાં હજુ પણ કોરોનાને એન્ટ્રી મળી નથી.
વિશ્વ આખું કોરોનાથી ઝઝૂમી રહ્યું છે અને લાખો લોકોના કોરોનાથી મૃત્યુ પામ્યા છે અને લાખો લોકોએ કોરોનાને મહાત આપી છે ત્યારે ભારતના તમામ વિસ્તારો અને મેગા સીટી થી લઈ નાના ગામડાઓ સુધી કોરોનાએ લોકોને ભરડામાં લીધા છે પરંતુ હજુ પણ અનેક ગામો એવા છે કે જ્યાં ગામ લોકોની સતર્કતા અને સમજદારી થી કોરોનાને ગામમાં એન્ટ્રી પણ નથી થવા દીધો જેમાં વાત કરીએ રાજકોટ જિલ્લાની તો જિલ્લાના 139 ગામો એવા છે કે જેમાં હજુ પણ કોરોનાની એન્ટ્રી પણ નથી થઈ અને જેતપુર તાલુકાના બાવાપીપલીયા અને વાળા ડુંગરા ગામમાં કોરોના એક પણ કેસ નોંધાયેલ નથી, આ ગામ ના લોકો આરોગ્ય બાબતે ખુબજ સતર્ક છે, તેમાં પણ જેતપુર તાલુકાનું 1700ની વસ્તી ધરાવતું બાવા પીપળીયા અને વારાડુંગરા ગામમાં જ્યારથી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારથી જ ગામના સરપંચ અને તેમની ટિમ દ્વારા સંકલ્પ લીધો હતો કે ગામમાં કોરોનાના કેસો ન આવે રોજ લોકો સાથે મીટીંગ યોજી પોતાની જવાબદારી અને માસ્ક,સોશ્યલ ડિસ્ટટીંગ તેમજ સેનીટાઇઝરના ઉપયોગ ફરજીયાત પાલન કરાવ્યું તેમજ લોકડાઉન થી અત્યાર સુધી કોઈપણ વ્યક્તી ને ગામમાં પ્રવેશ કરવામાં આવે તો તેમનું ચેકિંગ અને હિસ્ટ્રી લખવામાં આવતી અને સેનિટાઇઝ કરી પછી જ એન્ટ્રી કરવા દેવામાં આવે છે જેમના કારણે આજે પણ ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
રાજકોટ જિલ્લા ના 139 જેટલા ગામો માં હજુ પણ કોરોના ની મહામારી નો એક કેશ પણ નોંધાયેલ નથી, જેના માટે લોકો અને સરકાર દ્વારા અનેક પગલાં લેવા માં આવ્યા છે, ગામ લોકો એ અનેક કડક નિયમો બનાવ્યા છે જેમાં બહારગામ ના લોકો ને અહીં રાત નહિ રોકાવવા સહીત ના નિયમો નું સખ્ત પાલન કરવા માં આવે છે જયારે સરકારે પણ આ કોરોના ની ગાઈડ લાઈન નું પાલન પણ સારું થયું હોય અહીં કોરોના ની મહામારી નહીં પ્રવેશયો હોવા નું જાણવા મળે છે
કોઈ પણ મહામારી નો સામનો કરવા માટે જો યોગ્ય પગલાં અને તકેદારી રાખવા માં આવે તો તેને હરાવી પણ શકાય છે જેનો મજબૂત નમૂનો રાજકોટ ના આ 139 ગામો છે લોકો જો આ ગામો પાસે થી તકેદારી ની શીખ લે તો કોરોના જેવી મહામારી ને ચોક્કસ હરાવી શકે તે ચોક્કસ છે