Junagadh : ડુપ્લીકેટ GST અધિકારી બની છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

જૂનાગઢમા બેસન મિલ માલિકને જી એસ ટી વિભાગના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો,દોઢ લાખ રૂપિયાનો તોડ કરવા જતા ચડ્યો પોલીસની ઝપટે
જૂનાગઢના દોલત પરા વિસ્તારમાં વનરાજ બેશન મિલ ધરાવતા દિલીપ મોહન મેઘપરાને અજાણ્યા મોબાઈલ ફોન ઉપરથી GST વિભાગના અમદાવાદના GST કમિશ્નરની સહીથી નોટિસ આવેલ હતી. જેથી, આ મોબાઈલ નંબર ઉપર ફેકટરી માલિકે વાત કરતા, GST અધિકારી તરીકે ઓળખ આપી, GST નું ચેકીંગ કાલે આવશે, નોટિસ રદ કરાવવી હોય તો, રૂ. 2,00,000/- વહેવાર કરવો પડશે, તેવું જણાવી, બેન્ક એકાઉન્ટ નમ્બર આપવામાં આવેલ હતા. વેપારી દ્વારા વિનંતી કરતા બાર્ગેનીંગ કરી, દોઢ લાખમાં નક્કી કરેલ હતું. વેપારી દ્વારા કદાચ બેંકમાં મેળ ના પડે તો રોકડા રૂપિયા આપી દવ, ક્યાં પહોંચાડવાના..? તેવું પૂછતાં, રાજકોટ પહોંચાડવા જણાવેલ હતું. વેપારી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ હતી, જે અંતર્ગત જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ટીમને તાત્કાલિક રાજકોટ રવાના કરી હતી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના આધારે વેપારી પોતાના સંબંધીની દુકાન યાજ્ઞિક રોડ ઉપર આવેલ હોઈ, ત્યાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરાવી, રૂપિયા લેવા બોલાવી, છટકું ગોઠવી, ક્રાઈમ બ્રાન્ચ તથા જૂનાગઢ પોલીસ ટીમ યાજ્ઞિક રોડ ઉપર ગોઠવાઈ જતા, આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરત મહેતા જાતે જૈન વાણિયા ઉવ. 42 રહે. મયુર પાર્ક, ધર્મરાજ એપાર્ટમેન્ટ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ દોઢ લાખ રૂપિયા લેવા આવતા, પકડાઈ ગયો હતો. જેને જૂનાગઢ પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતો.