Junagadh : માણાવદર દલિત આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાવિન રાઠોડ પર હુમલો

માણાવદર દલિત આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાવિન રાઠોડ પર હુમલાના વિરોધમાં બહોળી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના દલિત આગેવાનો દ્વારા કલેકટર અને એસ.પી ને આપ્યું આવેદનપત્ર
માણાવદર પાલિકા નાના રોડમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે થયો હુમલો
ગુજરાતમાં દિનપ્રતિદિન આરટીઆઈ એક્ટિવિસ્ટો પર હુમલાના બનાવો છાશવારે બનતા રહે છે થોડા દિવસો પહેલા કચ્છના રાપર શહેર ની ઘટના પ્રકાશમાં આવી હતી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ દેવજીભાઈ નુ ખુન કરી નાખવામાં આવ્યો હતો આવી જ એક ઘટના જૂનાગઢના માણાવદર શહેર માં બનવા પામી છે ઘટના આજથી બે દિવસ પહેલાની છે શહેરની અંદર ચાલતા નાના સિમેન્ટ રોડના કામમાં લોટ પાણી અને લાકડાની ફરિયાદ ત્યાંના જાગૃત નાગરિક અને વકીલની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા ભાવિન રાઠોડ દ્વારા બ્રષ્ટાચાર ની ફરિયાદ ઉરચકક્ષાએ કરવામાં આવી હતી તને સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ પેપર ના માધ્યમથી આ સમગ્ર ભ્રષ્ટાચારની ઘટનાઓ ને ઉજાગર કરવામાં આવી હતી આ ભ્રષ્ટાચારને ખુલ્લો ના પડવા દેવા ભાવિન રાઠોડની અનેક આર્થિક લાલચ આપવામાં આવી હતી પરંતુ ભાવિન રાઠોડ પૈસાની લાલચમાં ન આવતા હા એક્ટિવિસ્ટ નો અવાજ દબાવવા માણાવદરના જાહેર રસ્તા પર ભાવિન રાઠોડ પર આશરે બે થી ત્રણ લોકોએ ખૂની હુમલો કર્યો હતો આરટીઆઇ એક્ટિવિસ્ટ ભાવિન રાઠોડને પ્રથમ માણાવદર અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને પગમાં ફેક્ચર હોય તેમ છતાં
માણાવદર પોલીસે ipc કલમ 323 294 b અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને આશરે ત્રણેક દિવસ થઈ જવા છતાં આરોપીઓ વિરુદ્ધ કોલ પ્રકારના અટકાયતી પગલાં ન લેવાતા આ સમગ્ર ખેલ રાજકીય ઈશારે થતો હોય તેઓ ગંભીર આક્ષેપો ભાવિન રાઠોડે કર્યા હતા.
આજરોજ માણાવદર બાટવા અને વંથલીના અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા આક્રોશ રેલી કાઢી જૂનાગઢ કલેક્ટર અને પોલીસ અધિક્ષક ને આવેદન પત્ર પાઠવી ઉપરોક્ત ઘટનામાં વિશેષ નિવેદન લઇ એટ્રોસિટી તેમજ ગુનાહિત કાવતરું કલમો ઉમેરવા માંગ કરવામા આવી હતી. જુનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા તપાસનીશ અધિકારીને સુચના આપી ફરીયાદીનું વિશેષ નિવેદન લઇ જરૂરી કલમનો ઉમેરો કરવા જણાવ્યું હતું..