Junagadh : વંથલી પંથકમાં નથી ઉડતા ઉત્તરાયણનાં દિવસે પતંગો

વંથલી પંથકમાં નથી ઉડતા ઉત્તરાયણ નાં દિવસે પતંગો
કારણ છે પશુ પંખીઓ નો અનેરો પ્રેમ : નવાબી કાળ થી અમલમાં છે કાયદો : લોકો પણ કરે છે આ કાયદા નું ચુસ્ત પણે પાલન
ઉત્તરાયણ પર્વ એટલે પતંગો ઉડાવવા નો તહેવાર, આ દિવસે યુવાધન અગાશી કે ધાબા પર ચડી પતંગો ઉડાવવા ની મજા લે છે પરંતુ વંથલી પંથકમાં ઉત્તરાયણ નાં દિવસે ક્યાંય પતંગો ઊડતી નજરે ચડતી નથી અને તેનું કારણ છે પશુ પંખીઓ પ્રત્યે નો પ્રેમ
હા આ વાત છે નવાબી કાળ નાં સમય ની નવાબ સાહેબ નો પશુ પંખીઓ પ્રત્યે નો પ્રેમ જગ જાહેર છે,નવાબ સાહેબ નાં સાશન સમય દરમિયાન પતંગો ઉડાવવા પર પ્રતિબંધ હતો જેનો અમલ આજે પણ લોકો સ્વયંભુ કરી રહ્યા છે જેના કારણે વંથલી સહિત ઘણી જગ્યાએ પતંગો જોવા મળતી નથી પણ પતંગ રસિકો અન્ય ગામ માં જઈ પતંગ ની મોજ માણી રહ્યા છે