Junagadh : સિહોરમાં પત્રકાર પર થયેલાં હુમલાને વખોડતુ કેશોદ પ્રેસ ક્લબ

સિહોરની ઘટનામાં પત્રકાર પર થયેલાં હુમલાને વખોડતુ કેશોદ પ્રેસ ક્લબ...
રાજયના ગૃહમંત્રીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા કરી માંગ...
કેશોદ: કેશોદ પ્રેસ ક્લબ દ્વારા આજરોજ નાયબ કલેકટર મારફતે ગૃહમંત્રી ગુજરાત રાજ્ય સરકારને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, સિહોરમાં ખેડુતોના મસિહા અને નેટવર્ક ન્યુઝ ગુજરાતના સંચાલક વિજયસિંહ રાજપૂત પર આઠથી દસ કરતા વધારે વ્યક્તિઓ દ્વારા તલવાર, ધારિયા, કુહાડી, પિસ્તોલ જેવા હથિયાર સાથે કરવામાં આવેલ હિચકારી જાનલેવા હુમલો ખુબ દુઃખદ ઘટના છે, અમે સખ્ત રીતે વખોડીએ છીએ. ગુજરાતના ૫૬ લાખ ખેડૂત પરિવાર માટે અવાજ બનવાની સજા તો નથીને ક્યાંક ? ખેડુતો માટેની લડત લડનાર અને અવાજ ઉઠાવનાર વિજયસિંહ રાજપૂત સાથે બનેલ આ ઘટના ઘણું બધું કહી જાય છે ચોથી જાગીર જ્યારે દબાયેલા, કચડાયેલા,શોષીત લોકોની વેદનાં ને વાચા આપી ટેલી મીડિયા, પ્રિન્ટ મીડિયા અને શોશ્યલ મીડિયા માં રજુ કરી સરકાર સુધી અવાજ પહોંચાડવા પ્રયત્નો કરે છે ત્યારે આવારા તત્વો દ્વારા અવાજ દબાવવા પ્રયાસ થાય છે ત્યારે આવાં તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ગુજરાતના સિંહ સમાન વિજયસિંહ રાજપુત સાથે અઢારે આલમના લોકો જોડાયેલા ખેડુતો, શિક્ષકો, આદિવાસીઓ, અગરીયાઓ, શોષિતો અને પિડીતો લાગણીથી જોડાયેલા છે ત્યારે હુમલાખોરોએ કરેલ કૃત્ય નિંદનીય છે. કેશોદ પ્રેસ ક્લબના પ્રમુખ ગોવિંદભાઈ હડીયા, પત્રકારો રાજુભાઈ પંડ્યા, જયભાઈ વીરાણી, કમલેશભાઈ જોષી, પ્રવિણભાઈ કરંગીયા, જગદીશભાઈ યાદવ, અશોકભાઈ રેણુકા, શોભનાબેન બાલસ દ્વારા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.