Katchh : અંજાર ખાતે 11મી વાર્ષિક સાધારણ સામાન્ય સભા મળી

કચ્છની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંઘ મંડળી સરહદ ડેરીની આજે અંજાર ખાતે 11 મી વાર્ષિક સાધારણ સામાન્ય સભા મળી હતી,કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં આ સભા મળી હતી,અંજારના ટાઉનહોલ ખાતે આયોજિત સભામાં સરહદ ડેરી સાથે જોડાયેલી મંડળીઓનું સમ્માન કરાયું હતું,વર્ષ દરમિયાનના હિસાબો રજૂ કરી આગામી આયોજનો અંગે ચર્ચા કરાઈ હતી સરહદ ડેરી કચ્છનાં લાખો પશુપાલકો સાથે જોડાયેલી છે લાંબા સમયથી ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી નફો કરી રહી છે તેઓને તાજેતરમાં એશિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ અમુલ ગુજરાતના વાઇસ ચેરમેન બનાવાયા હતા આજની આ સામાન્ય સભામાં પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને લિબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનું સન્માન કરાયું હતું, એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કોરોનાના કારણે ભાજપના કાર્યક્રમો ન યોજવાની સલાહો આપતા ફરે છે બીજી તરફ કચ્છમાં ભાજપ શાસિત સરહદ ડેરીની સામાન્ય સભામાં ભાજપના મંત્રીઓને બોલાવી વિજેતા ધારાસભ્યનજ સમ્માન કરાયું હતું આડકતરી રીતે ભાજપે સન્માન સમારોહ યોજ્યો હોવાની ચર્ચા સ્થાનિકે થઈ હતી