Katchh : ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકોની અંતિમ સામાન્ય સભા મળી

કચ્છમાં ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકોની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી જે વિવાદી રહી હતી ચાલુ સભામાં વિપક્ષને સાંભળ્યા વિના સતાપક્ષના નેતાઓએ ચાલતી પકડતા મામલો ઉગ્ર બન્યો હતો,ભુજ નગરપાલિકામાં પાંચ વર્ષના ભાજપના શાશનની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી જેમાં આખી ટર્મના લેખા જોખા રજૂ કરવા પડે,પરંતુ શાસકોએ કરોડો રૂપિયાના ઠરાવો સામાન્ય સભામાં મુક્યાં હતા કરોડો ખર્ચવા છતાં ભુજમાં ગટર, પાણીની સમસ્યા યથાવત છે તેનો વિરોધ થયો હતો ચાલુ સભામાં નગરપ્રમુખ લતાબેન સોલંકીએ ચાલતી પકડતા વિપક્ષી નગરસેવકોએ અટકાવ્યા હતા હર હંમેશની જેમ ઠરાવો મૂકી સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી ભુજ નગરપાલિકામાં નગરસેવકોનું સાંભળવામાં નથી આવતું ત્યાં પ્રજાનો અવાજ કયા નેતાઓ સાંભળશે તે ચર્ચાઓ ઉઠી હતી