Katchh : વિશ્વફલક પર ચમકેલા સફેદ રણની ચાંદનીને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે વચ્ચે રણોત્સવ પણ યોજવામાં આવ્યો છે જોકે વિશ્વફલક પર ચમકેલા સફેદ રણની ચાંદનીને પણ આજે કોરોનાનું ગ્રહણ લાગતા પ્રવાસીઓ જોવા મળતા નથી,એક અંદાજ મુજબ રણોત્સવના અર્થતંત્રમાં કોરોનાના કારણે 80 ટકા ગાબડું પડી ગયું છે,મહામારીના કારણે પ્રવાસીઓ આવતા નથી જેથી ટેન્ટસિટી સિવાય પર્યટકોનો પ્રવાહ ઓછો હોવાથી નુકશાની થઈ છે જોકે,ટેન્ટસિટીમાં પ્રવાસીઓ માટે કોરોના સંદર્ભે પૂરતી તકેદારી રાખવામાં આવી છે અહીં નિયમોનું સખત પાલન સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ પણ અપાયું છે રણોત્સવના 12 વર્ષના ઇતિહાસમાં આ વખતે ઓછાયો છવાયો છે ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે,કોરોના વચ્ચે અહીં તમામ નિયમો પાળવામાં આવે છે જેથી પ્રવાસીઓ ક્ચ્છ આવી સફેદ રણની સુંદરતા માણી અહીંના અર્થતંત્રને વેગ આપવામાં ફાળો ભજવી શકે છે