Khergam : જનતા માધ્યમિક શાળા 10 માસ બાદ શરૂ

ખેરગામની જનતા માધ્યમિક શાળા આજે 10 માસ બાદ શાળા શરૂ થતાં સુમસામ ભાસતી શાળામાં આજે વિધાર્થીઓના કલરવ થકી ધોરણ 10 અને 12 વર્ગ શરૂ
કરી વિધાર્થીનો અભ્યાસ ક્રમ ચાલુ કરવામાં આવ્યો છે.
કોરોનાના સંક્રમણ રોકવા લોકડાઉન કરી શાળાઓ બંધ રાખી વિધાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો.પરંતુ જે શાળામાં અભ્યાસ કરવો અને ઓનલાઈન અભ્યાસ માં વિધાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે આજ રોજ સમગ્ર રાજય સાથે નવસારી જિલ્લામાં પણ શાળાઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે ખેરગામ જનતા માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 વર્ગ શરૂ કરવામાં આવતા વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી છે.જે આજે 10 માસ બાદ શાળા શરૂ થતાં સુમસામ ભાસતી શાળામાં આજે વિધાર્થીઓના કલરવ થકી શાળાઓમાં ધોરણ 10 ને 12 વર્ગ શરૂ કરી વિધાર્થીનો અભ્યાસ ક્રમ ચાલુ કરવામાં આવ્યો છે.જનતા માધ્યમિક શાળામાં પ્રથમ દિવસે સરકાર ની ગાઈડલાઈનનું પાલન સાથે વાલીઓની સમતી સાથે 275 અન્ય 93 વિધાર્થીઓ મળી કુલે 363 વિધાર્થીઓને થર્મલગન થી ટેમ્પરેચર માપી તમામ વિધાર્થીઓને માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્ટનના નિયમોનું પાલન કરાવી પ્રવેશ કરાવવામાં આવતા વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી છે.