Limbdi : ચૂડામાં કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની સભા યોજાઈ

ચુડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જાહેર સભા યોજાઇ
સભામાં ૧૫૦ થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચૂડામાં કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ની સભા યોજાઈ હતી. જેમાં ૧૫૦ થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા, આ પ્રસંગે હાર્દિક પટેલ તમામ કાર્યકરોને કોંગ્રેસ નો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ચુડા માં યોજાયેલ હાર્દિક પટેલની સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઇ ખાચર કોઈ અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શકયા ન હતા. ચુડામા ફુલેશ્વર મહાદેવ મંદિરે સભા સ્થળે હાર્દિક પટેલનું આગમન થતાં બાળાઓએ તિલક કરી આવકાર આપ્યો હતો. હાર્દિક પટેલે પ્રથમ ફુલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સભા સંબોધી હતી, હાર્દિક પટેલ ભાજપ સરકાર ઉપર કટાક્ષ કરી ભાષણની શરૂઆત કરી ચૂડા તાલુકામાં પ્રાથમિક સુવિધાઓની વાત કરી કોંગ્રેસ સમર્થનમાં પ્રચાર કર્યો હતો. જ્યારે હાર્દિક પટેલની સભા ને ધ્યાને રાખી એસ.ઓ.જી સહિત પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.