Limbdi : ચૂડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી કરાઈ

ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો
કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરી દર્દીઓની મફત એચ.આઈ.વી ની તપાસ થાય છે
ચૂડા શહેરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા વાત્સલ્યની કેન્દ્ર અને મમતા કેન્દ્ર દ્વારા વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ચૂડા શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા વાત્સલ્ય કેન્દ્ર અને મમતા કલીનીક દ્વારા પહેલી ડિસેમ્બર એટલે કે વિશ્વએઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા મોટાભાગની સરકારી હોસ્પિટલમાં વાત્સલ્ય અને મમતા કેન્દ્ર ચાલે છે. જ્યાં કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરી દર્દીઓની મફત એચ.આઈ.વી ની તપાસ થાય છે. કોવિડ-19 અને સરકારની ગાઈડલાઈનનો અમલ કરી દરેક સ્ટાફનાં કર્મચારી અને દર્દીઓને સાદી અને સરલ ભાષામાં એચ.આઈ.વી એઇડ્સ ની માહિતી આપવામાં આવી હતી. તેમજ પોસ્ટર પ્રદર્શન દ્વારા તમામ વિભાગના કર્મચારીઓ , આશાવર્કર,એફ.એચ.ડબલ્યૂ અને દર્દીઓએ માહિતી મેળવી હતી. સગર્ભા મહિલા, ટીબી ના દર્દીઓ અને હાઈ રિસ્ક પોપ્યુલેશનને શા માટે એચ.આઈ.વી ની તપાસ જરૂરી છે એ અંગે સલાહકાર વિપુલભાઈ રાઠોડ અને લેબ ટેક્નિશયન ધારાબેન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.તેમજ એચ.આઈ.વી એઈડ્સ ની હેલ્પ લાઇન 1097 અંગે સમજણ આપવામાં આવી હતી.