Limbdi : ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય માંથી લોકો લાપસી, ઘાસ, ચારો, ચણ જેવી વસ્તુઓ પશુ-પક્ષીને ખવડાવવામાં લઈ ને આવ્યા હતા. તેમજ રોકડમાં દાન પણ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યું હતુ.આ પ્રસંગે લીંબડીના લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી હતી. સમગ્ર મુલાકાત દરમ્યાન ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, પ્રવીણભાઈ ચાંપાનેરી, નરેન્દ્રભાઈ શાહ, હસમુખભાઈ શેઠ, બકુલભાઈ ખાખી, કૃષ્ણસિંહ રાણા, મુકેશભાઈ શેઠ, હિતેશભાઈ શાહ, પરેશભાઈ ગોસલિયા, મુલાકાત દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિતે લાખો રૂપિયાનું રોકડમાં દાન લીંબડી પાંજરાપોળને પ્રાપ્ત થયા નું જાણવા મળ્યું છે.