Navsari : આરોગ્ય વિભાગ કોરોનોના પગલે એલર્ટ

ગુજરાતમાં કોરોના ફરીથી કહેર વર્તાવી રહતો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ કોરોના કેસની સંખ્યાં દિનપ્રતિદિન વધી રહી છે. નવસારી જીલ્લામાં આજે પણ 8 કોરોના પોઝેટીવ કેસ નોધાયા છે
નવસારી જીલ્લા આરોગય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ વધતું હોવાથી બિનજરૂરી ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. નવસારીમાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે ૨૦ આર બી એસ કે ટીમ સાથે ધનવન્તરી રથ કાર્યરત છે. દિવાળીની રજાઓમાં બિનજરૂરી બહાર આવેલા કેટલાક ગેર જવાબદાર લોકોને કારણે કોરોનાએ ફરીવાર પીક પકડતા કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેની સામે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનીને સેમ્પલિંગ વધુમાં વધુ લેવા માટેની શરૂઆત કરી છે. ત્યારે લોકો પણ જવાબદાર બનીને વર્તે એ સમયની માંગ છે.