Navsari : કોંગ્રેસી કાર્યકરોએ ભાજપની કંઠી ધારણ કરી

કોંગ્રેસ પક્ષની નીતિથી ખફા ખેરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતાબેન થતા પૂર્વ ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિત 27 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપની કંઠી ધારણ કરતા રાજકારણ ગરમાયુ છે.
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનું અસ્તિવવ જળવાય રહ્યું હતું.પરંતુ ભાજપના વિકાસના કામોની લહેર વચ્ચે કોંગ્રેસની સ્થિત હવે ડામાંડોર બની રહી છે.બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની સત્તા લડાઈના કારણે પક્ષને ખુબજ નુકશાન થઈ રહ્યું છે.જેનો ફાયદો સીધો ભાજપને થઈ રહ્યો છે.વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકામાં પકડ ધરાવનારી કોંગ્રેસને હવે સામી ચૂંટણીએ આંચકો લાગ્યો છે.વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસ સત્તા સ્થાને છે.ટુક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે.ખેરગામ તાલુકાના નારણપોર માતા ફળીયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતાબેન અરવિંદભાઈ પટેલ પૂર્વ ઉપ પ્રમુખ અરવિંદભાઈ બાબુભાઇ પટેલ થતા ખેરગામ તાલુકાના પાટી ગામના સરપંચ પતિ રમેશભાઈ પટેલ સહિત 27 જેટલા કોંગ્રેસી કાર્યકરો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ,ગણદેવીમત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ,બાબુભાઇ જીરાવાલા ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ ચુનિભાઈ પટેલની ઉપસ્થિતમાં ભાજપની કંઠી બાંધી લીધી હતી. જેના કારણે ખેરગામ તાલુકા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિત સર્જાઈ છે.