Navsari : કૃષિ યુનિવર્સિટીમાં કુંવરજી બાવળિયાએ મુકાલાત મેળવી

ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સક યુનિવર્સિટી, ડેરીઉદ્યોગ તેમ જ દૂધ ઉત્પાદનને અનુલક્ષીને કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના વડા પ્રધાન અને તત્કાલીન ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત કરી છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આજ રોજ રાજય પાણી પુરવઠા અને પશુપાલ  વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ મુકાલાત મેળવી પશુચીકીત્સા, પશુપાલન, ડેરી અને મત્સ્યઉઘોગ વિભાગમાં સર્વાંગી વિકાસ અર્થે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.  
ગુજરાતમાં ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનના વ્યવસાયને સ્વીકાર્યો છે ત્યારે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના પશુપાલકને તેમના પશુ સંવર્ધનમાં મદદરૂપ થઈ પશુપાલકોના આર્થિક વિકાસનો વિચાર કરી વર્ષ ૨૦૦૯ માં આ કામધેન યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. યુનિવર્સિંટી દ્રારા નવા સંશોધનો જેવા ક્રોસ બ્રીડિંગ અને સેક્સ સીમિન દ્રારા દૂધના ઉત્પાદનમાં વધારો થાય જેનો લાભ ગુજરાતનો છેવાડાનો પશુપાલક પણ લઈ શકે તેવા પ્રયત્નો સરકાર દ્રારા કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજયના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુવરજી બાવળીયા અને વિધાનસભાના ઉપદંડક આર સી પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ પશુચિકત્સા, વેટેનરી, પશુપાલન, મત્સપાલન વિભાગની મુકાલાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન ગાયમાતાની પૂજા અર્ચાના કરી આરતી કરવામાં ઉતારી હતી. 
વીઓ ૦૨ રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ નવસારી કૃષિ યુનિવર્સીટીની મુકાલાત કરી પશુપાલન ક્ષેત્રે નસલ સુધારણા માટેના સંશોધનોને આવશ્યક ગણાવી કામધેનુ યુનિવર્સિટી આ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણરૂપ કાર્ય કરશે, તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે નવસારી યુનિવર્સિટીનાં પશુચીકીત્સા, પશુપાલન, ડેરી અને મત્સ્યઉઘોગ વિભાગમાં સર્વાંગી વિકાસ સાથે પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપી પશુપાલન ક્ષેત્રને નવી દિશા ચિંધવા માહિતગાર કરયા હતા.
આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટી નાં કુલપતિ કેળાવાલા, નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. ઝેડ પી પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો . સી કે ટીંબડીયા, ડો, ચોધરી  સાથે વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.