Navsari : ધન કચરાની નિકાલ કરવો પાલિકા માટે અગ્નિપરિક્ષા

શહેરોના ધરોમાથી નીકળતા ધન કચરાનો શહેરોમા ગંદકી ફેલાવી રહ્યો છે નિકાલ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે માથાનો દુખાવો બની ગયો છે ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા કચરાના નિકાલના વિકલ્પ તરીકે ઓર્ગેનિક ખાતર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યો છે 5 વર્ષનો સમયગાળો અને 40 લાખનો ખર્ચ કરવા છતા હજુ પણ ઓર્ગેનિક ખાતરનો પ્લાન શરુ થયો નથી
નવસારી નગરપાલિકાની 3 લાખ 50 વસ્તીમાથી રોજ મોટા પ્રમાણ માં કચરો નીકળે છે જેને શહેરના બંદર રોડ પર ઠાલવવામા આવે છે ઢગલા થઈ ગયેલા લાખો ટન ધન કચરાની નિકાલ માટે બીજી વૈકલ્પીક જગ્યા ન હોવાના કારણે નિકાલ  કરવો પાલિકાના શાસકો માટે અગ્નિપરિક્ષા બની છે એજન્સીઓ દ્વારા અંદાજે 40 લાખ જેટલો ખર્ચ કરી ચુકી છે જનતાના પૈસાનો વેડફાટ કરી રહેલી પાલિકાની કામગીરી સામે લોકો સવાલો ઊભા કરી રહ્યા છે જ્યારે પાલિકાના શાસકો 5 વર્ષથી કામ ચાલુ હોવાનો રાગ આલાપી રહ્યા છે.
કચરો લઈ જઈને પાલિકા ખાતર બનાવવાની વાતો કરે છે પરંતુ આજ સુધી અમે જોયુ નથી કે ખાતર બન્યુ હોય જેમા લાલીયાવાડી ચાલતી હોય એવુ લાગે છે પ્રજાના પૈસાનો વેડફાટ કરતા હોય છે એવુ લાગે છે
નવસારી વિજલપોર પાલિકાની ડમ્પીંગ સાઈડ પર મશીનરી ફીટ કરવામા આવી રહી છે જેમા કામગીરી ચાલી રહી છે એજન્સીને કામ આપવામા આવી રહ્યુ છે એક વર્ષમા આખી સાઈડ ક્લીયર જોવા મળશે