Amreli : બગસરામાં નવી પ્રાંત કચેરી માટે મંજુર મળી

બગસરામાં નવી પ્રાંત કચેરી મંજુર કરવા અર્થે તંત્રને અનેક વખત લેખિત માગણી કરતા અંતે એડવોકેટ દિનેશભાઇ ખીમસુરીયાની મહેનતને અંતે સફળતા મળી.
અમરેલી જિલ્લાના બગસરાને નવી પ્રાંત કચેરી મંજુર કરવા અર્થે તંત્રને અનેક વખત લેખિત માગણી કરેલ હોય તેવા સમયે પ્રાંત કચેરી બગસરા અને વડીયાનો સમાવેશ કરીને મંજુર આપતા એડવોકેટ દિનેશભાઇ ખીમસુરીયા મહેનતને અંતે મોટી સફળતા મળી હતી આ તકે તેમણે જણાવ્યું હતું કે બગસરામાં નવી પ્રાંત કચેરી મળે તે બાબતે વિવિધ સ્થાઓની સાથે અમે પણ અનેક વખત સરકારને સતત લેખિતમાં રજુવાત કરેલ તેમજ આ બાબતે અનેક વર્તમાન પત્રો મારફતે પ્રેસમાં પણ આપેલ હોય તેવા સમયે એડવોકેટ દિનેશભાઇ ખીમસુરીયાની મહેનત રંગ લાવેલ સતત બગસરા શહેરમાં સંસ્થાઓ તેમજ રાજકીય નેતાઓની પણ રજુવાતને સરકારશ્રીએ ધ્યાનમાં રાખીને પ્રાંત કચેરીને મંજુર આપતા એડવોકેટે ખુશી વ્યકત કરેલ..