Banaskantha : શાળાઓમાં સફાઈ અને સેનેટાઇઝ કરવાનું અભિયાન હાથ ધરાયું

સરકારે છૂટ આપયા બાદ આવતીકાલથી બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થઈ રહ્યા છે જેને લઇ જિલ્લાની 10 મહિના થી બંધ પડેલી તમામ શાળાઓમાં સફાઈ અને સેનેટાઇઝ કરવાનું અભિયાન હાથ ધરાયું છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી ધોરણ-10 અને 12 ની શાળાઓ શરૂ થઈ રહી છે.જેથી વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો દ્વારા આજથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે . બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની કુલ 569 જેટલી શાળાઓ આવેલી છે જેમાં દસમા ધોરણમાં 54772 અને ધોરણ-12 માં 27520 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓને આવતીકાલથી સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જેના માટે શાળા સંચાલકોએ આજે શાળાના તમામ રૂમો ની સફાઈ કરાવી કરાવી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળાની અંદર પ્રવેશ પહેલા થર્મલ ઘનથી ચેક કરવામાં આવશે, મોઢે માસ્ક ફરજિયાત બાંધવાનું રહેશે , હાથને વારંવાર સેનેટાઇઝ કરવા પડશે, દર બે વિદ્યાર્થીઓએ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવું પડશે, તેમજ કોઈપણ વિદ્યાર્થી ને ખાંસી, તાવ કે શરદી હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક આચાર્યને જાણ કરવી જેથી કોઈ પણ બીમારી જણાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી કોરોના મહામારીને અટકાવી શકાય. આ સિવાય પણ દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની સાથે પ્રવેશ આપવામાં આવશે.