Bhabhar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા

ભાભર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે અને પડતર માંગણીઓ લઈને અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા
ગુજરાતના આરોગ્ય વિભાગના સાત કેડર ના કર્મચારીઓ ગ્રેડ પે અને પડતર માગણી ઓને લઈને હડતાળમાં જોડાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ના પંચાયત વિભાગના કર્મચારીઓમાં ભાભર તાલુકાના કાયમી 55 કર્મચારીઓ પણ હડતાળ માં જોડાયા છે. અગાઉના સમયમાં બે વખત હડતાળ પર ઉતર્યા હતા પરંતુ સરકાર દ્વારા આશ્વાસન આપતાં સમગ્ર ગુજરાતમાં હડતાળ પાછી ખેંચવા માં આવી હતી પરંતુ આ માંગણીઓની હજી સુધી સરકાર દ્વારા નિરાકરણ ના આવતાં તા 12ના રોજ ટીએચઓને આવેદનપત્ર આપી ભાભર તાલુકાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ માં જોડાયા હતા.