Bhabhar : કપરૂપુર રેલવે ફાટક નજીક એક યુવાનનું ટ્રેનની ટક્કરે મોત

ભાભર ના કપરૂપુર રેલવે ફાટક નજીક એક યુવાન નું ટ્રેનની ટક્કરે મોત થતાં અરેરાટી પ્રસરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ભાભર રેલ્વે સ્ટેશન ની હદમાં આવેલા કપરૂપુર રેલવે ફાટક પાસે શુક્રવારે બપોરે એક યુવક નું ટ્રેનની ટક્કરે કમકમાટીભર્યું મોત થતાં અરેરાટી ફેલાઈ છે. રેલ્વે ટ્રેક ઉપર યુવાનનું મોત થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ મૃત્યુ પામેલા યુવાની ઓળખ હજુ સુધી થઈ ન હોતી લાશને ભાભર રેલ્વે સ્ટેશન પર લાવીને રેલવે પોલીસને જાણ કરવામાં આવી છે. અજાણ્યા યુવાનની લાશ જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ છે.