Bhavnagar : આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન નું આયોજન કરાયું

કોરોના વેકસીનની સફળતા અંગે સરકાર ગમે ત્યારે જાહેરાત કરી શકે છે અને દેશના લોકોને રસીકરણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અંગે ડ્રાય રન નું આયોજન કરવામાં આવ્યું.
કોરોના મહામારી સામેની લડતમાં હવે વેકસીનની સફળતા સાવ નજીક છે.આગામી દિવસોમાં કોરોના રસીકરણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે આજે ભાવનગર માં ત્રણ સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી આગામી દિવસોમા રસીકરણ સમયે ખાસ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.જે અંતર્ગત આજે ભાવનગર ખાતે ત્રણ સ્થળો પર રસીકરણ પૂર્વે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ સ્થળો પર કુલ 75 લાભાર્થીઓને વેકસીનેશન અંગે મોકડ્રિલ યોજી હતી. જેમાં વેકસીનેશન લાભાર્થીઓ ને રસીકરણ સમયે કોરોના ના નિયમોનું પાલન કરી,સોશિયલ ડિસ્ટન્સ સાથે વેઇટિંગ રૂમ માં બેસી ક્રમશ વેકસીનેશન માં જોડાવા નું છે.જેમાં તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી તેને રસીકરણ કરવા,ત્યારબાદ ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી બેસાડી તેને કોઈ સાઈડ ઇફેક્ટ અંગે તપાસ બાદ તેને રજા આપવી અને આ તમામ પ્રક્રિયામાં આરોગ્ય વિભાગના તાલીમ પામેલા કર્મચારીઓ ની કામગીરી અંગે ડ્રાય રન નું આયોજન કરવામાં આવ્યું હતું.