Bhavnagar : ગેરકાયદેસર ગુર્જરી ભરાતા સ્થાનિક લોકોનો રોષ

ગેરકાયદેસર ગુર્જરી ભરાતા સ્થાનિક લોકોનો રોષ
ભાવનગરના કુંભારવાડા ગઢેચી રોડ પર આવેલા રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ પાછળ રહેણાંકી વિસ્તારમાં ગેરકાયદેસર ગુર્જરી બજાર ભરાય છે. અઠવાડિયામાં સોમવારે અને ગુરુવારે ગેરકાયદેસર ભરાતી માર્કેટ થી સ્થાનિક લોકોને મુશ્કેલી કરવી પડી રહી છે. જે અંગે સ્થાનિક લોકો દ્વારા ડી ડીવીજન પોલીસ મથકમાં લેખિત રજુઆત કરી હતી. અને સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે વારંવાર કંટ્રોલના અને ડી ડીવીજન પોલીસ મથકમાં પણ જયારે જયારે ગુજરી બજાર ભરાય ત્યારે જાણ કરવામાં આવે છે. અને પોલીસની પીસીઆર આવીને બજાર બંધ કરવામાં આવે છે. પણ બજારમાં ઉભા રહેતા લોકોને જાને પોલીસનો ભય ના હોય તેને બીજા દિવસે આવીને ઉભા રહી જાય છે. જે અંગે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. કુંભારવાડા અમર સોસાયટી ના રહીશો દ્વારા અંતે ભાવનગર જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં આ gurjari માર્કેટને સ્થાનિક તંત્ર દ્વારા બંધ કરવામાં આવતી નથી. એક તરફ કોરોનાવાયરસ ની મહામારી ને લઈને મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. ત્યારે અહીંયા તો અંદાજે ૫૦૦ થી વધુ લોકો આ gurjari માર્કેટમાં એકઠા થાય છે અને જેમાં પણ માસ્ક પહેર્યા વગર social distancing નો ભંગ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભાવનગર ડીવાયએસપી દ્વારા શહેરની મુખ્ય શાકમાર્કેટમાં દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
જ્યારે કુંભારવાડા અમર સોસાયટી માં રહેતા રહીશો દ્વારા પણ પોલીસ તંત્ર પાસે આ માર્કેટને બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા અને હંમેશા માટે આ માર્કેટ બંધ કરે તેવી માંગ કરવામાં આવી હતી. અને આગામી સમયમાં જો આ માર્કેટ બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી.