Bhavnagar : ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ
ઘોઘા દહેજ બંધ થાય બાદ ઘોઘા હજીરા રો-પેકક્ષ ફેરીનું વધાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરચુઅલ લોકાર્પણ કહેવામાં આવ્યું.અને વોયેજ શિન્ફોની ને હજીરા ખાતે થઈ લિલી ઝંડી આપીજ્યારે ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ,સાંસદ ડો. ભારતીબેન શિયાળ, વિભાવરીબેન દવે , જીતુભાઇ વાઘાણી, ભાજપના પદાધિકારીઓ,ઉદ્યોગપતિ,ખેડૂતો એ વોયેજ શિન્ફોની નું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ સુરત-હજીરા ખાતે ઉપસ્થિત રહી રો-પેક્સ ફેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરતીજનોને દિવાળીની ભેટ છે.
રો-પેક્સ ફેરી સર્વિસ થકી રાજ્ય પરિવહન ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત થશે તેમ જણાવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ સર્વિસ થકી રાજ્યમાં પરિવહન ક્ષેત્રનો સર્વાંગી, સમતોલ અને સંપૂર્ણ વિકાસ થશે.
હજીરા ઘોઘા રો-પેકસ ફેરી સર્વિસ દ્વારા ભાવનગર થી સુરત હીરા, કાપડ જેવા વિવિધ ઉદ્યોગોમાં રોજગારી રળતા સૌરાષ્ટ્રજનો માટે આ સુવિધા પરિવહન સુખાકારીમાં વધારો કરશે રો-પેકસ ફેરી સર્વિસના કારણે પરિવહનના અંતર ઘટવાથી સમયની સાથે ઇંધણની પણ બચત થશે, પર્યાવરણની શુદ્ધિ થશે. આ બચત ઉદ્યોગકારોને આર્થિક ઉપજના અન્ય ક્ષેત્રે સશક્ત બનાવશે.
તેઓએ ઉમેર્યુ કે, રો-પેકસ ફેરી સર્વિસના કારણે સુરત અને ભાવનગરનાં લોકોમાં કારોબારની સુમેળભરી આપ-લે થશે જેના થકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોનું જીવનધોરણ ઉંચુ આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે જીતુભાઇ વાઘાણી, કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આર.સી.મકવાણા, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબહેન મકવાણા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.