Bhavnagar : સુરક અને હોઈદડ ગામે ગૌચરની જમીન ઉપસી આવી

ખનન દરમિયાન નીકળેલ માટી ના ડ્રમ બેસી જતા ગોચરની જમીન 30 ફૂટ થી વધુ ઉપસી આવી
ભાવનગર સુરક અને હોઈદડ ગામે ગૌચરની જમીન ઉપસી આપવાના કારણે ગામલોકો ચિંતિત બન્યા છે, સાથે નજીકમાં જ ગામ આવેલું હોય ગોચરની જમીનમાં ઘટના બની એવી ઘટના જો ગામમાં બને તો ગામની અને ગામમાં વસતા લોકોની શું સ્થિતિ થાય એ બીક ગામ લોકોને સતાવી રહી છે.
ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલ સુરકા અને હોઈદડ ગામની ગોચરની જમીન અચાનક ગેબી ધડાકા સાથે ઉપસી આવતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ બાડી ગામ નજીક જીપીસીએલ કંપની દ્વારા લિગ્નાઈટની ખનનની કામગીરી થઈ રહી છે, જેથી ખોદકામ દરમિયાન નીકળતી માટી નજીકના હોઈદડ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાલવવામાં આવી રહી છે, લાખો ટન માટી ઠાલવવાના કારણે 200 થી 250 ફૂટ ઊંચા માટીના પાળા નું નિર્માણ થયું છે, ત્યારે નવા વર્ષની વહેલી સવારે અચાનક ગેબી ધડાકા સાથે માટીના બનાવાયેલા પાળા જમીનમાં ધસી ગયા હતા જેને કારણે ગોચરની 10 વીઘા જેટલી જમીન તેના મૂળ લેવલથી ૩૦ ફૂટ કરતા વધુ ઉચકાઇ ગઈ હતી જ્યારે અમુક જગ્યા પર ખેડૂતોની ખેતીની 8 થી 10 વીઘા જમીન પણ ઊંચી આવી ગઈ છે ત્યારે ખેતીની જમીન અને ગૌચરની જમીન સામે જમીન આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.