Bhavnagar : સોલિડવેસ્ટ દ્વારા પ્લાસ્ટિક બેગનું ચેકિંગ હાથ ધરાયું

ભાવનગર સોલિડવેસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક બેગનું ચેકિંગ હાથ ધરાયું
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્લાસ્ટિક બેગ અને પ્લાસ્ટિક ઝબલા ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી ભાવનગર ની મુખ્ય બજારોમાં જેમાં શાકમાર્કેટ, રૂપમ ચોક, જશોનાથ ચોક, અને મેઇન બજાર ખાતે પ્લાસ્ટિક બેગ અને ઝબલાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સરકાર માન્ય શિવાયના પ્લાસ્ટિકના ઝબલાં તથા બેગ ઉપયોગમાં લેતા વેપારીઓ ને દંડ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સરકાર માન્ય પ્લાસ્ટિકના ઝબલા તથા બેગનો ઉપયોગ કરવો