Chalthan : ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ

સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી આજરોજ યોજાઇ હતી જે અંતર્ગત પલસાણા તાલુકાનાં ચલથાણ ગામ ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ બેન્કમાં વહેલી સવારથી જ વિસ્તારનાં મતદાતાઓએ ઉત્સાહ સાથે શાંતિમય વાતાવરણમાં મતદાન કરી ભાગ લીધો હતો.
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી આજરોજ યોજાઇ હતી જેમાં સહકાર પેનલનાં ખાતામાં અગાઉથી જ ૧૮ બેઠકોમાંથી પાંચ બેઠકો પર તેમનાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતાં જ્યારે  ૧૩ બેઠકો માટેની મતદાન પ્રક્રીયા પૂર્ણ કરવા માટે આજરોજ વહેલી સવારથી જ વિસ્તારનાં મતદાતાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેથી સવારે નવ વાગ્યે થીં ચલથાણ ગામ ખાતે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક શાખામાં ચૂટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ શ્રી તેમજ ઓલ ઇન્ડિયા સુગર ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ તથાં ચલથાણ સુગર ફેક્ટરી ના ચેરમેન એવા શ્રી કેતનભાઇ પટેલ દ્વારા મતદાન કરી પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કની વ્યવસ્થાપક સમિતિ ની ૧૮ બેઠક માટે યોજાવા જઈ રહેલ ચૂંટણીમાં ભાજપની સહકાર પેનલમાંથી વર્તમાન પ્રમુખ નરેશ પટેલ તથાં ઉપ પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ સહિત પાંચ બેઠકો પહેલાંથી જ સહકાર પેનલનાં ખાતામાં બિનહરીફ બની હતી જોકે ટેક્સ મડળી ના સહકાર પેનલનાં ઉમેદવાર તરીકે કેતનભાઇ ચીમનભાઈ પટેલ દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવતાં તેમણે બાકીની તમામ ૧૩ બેઠકો પણ સહકાર પેનલનાં ખાતામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.