Chotila : શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

ગુજરાત રાજ્યની સાથે જિલ્લાભર ની આજથી તમામ ચોટીલાની સરકારી શેઠ.જે.એસ.હાઈસ્કૂલ તેમજ ખાનગી શાળાઓમાં વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચોટીલા માં પણ વહેલી સવારથી જ વિવિધ સ્કૂલોમાં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બાળકો માટે સરકાર શ્રી ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરવા સાથે વિદ્યાર્થીઓની શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ છેલ્લા ઘણા લાંબા સમય બાદ સ્કૂલો નિયમોનુસાર શરૂ થતાં વિદ્યાર્થી વર્ગમાં વાલી વર્ગમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના હાથ સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવો, ટેમ્પરેચર ગનથી શરીરનું તાપમાન માપવુ, સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સાથે જુદી જુદી એક શિફ્ટમાં શાળાઓ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવી છે.