Dabhoi : આશાવર્કર બહેનો દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર

ડભોઇ તાલુકા ની 160 ઉપરાંત આશાવર્કર બહેનો આજે રંગઉપવન બાગ થી રેલી યોજી ડભોઇ સેવાસદન ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે તેમની માંગણીઓ સરકાર સુધી પહોચાડવા માટે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી શિવાની ગોયલ ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. આગામી સમય માં માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ડભોઇ 160 ઉપરાંત આશાવર્કર બહેનો કામ કરી રહી છે કોરોના કાડ માં વોરિયર દેવદુત બની છેલ્લા નવ માસ થી જનતાને કોરોના ના પ્રકોપથી બચવા માટે સિહ ફાળો આપ્યો હોવવાનું જણાવી તેમણે પૂરતું વેતન ન મળતું હોય સરકાર સામે ઉગ્ર વિરોધ્ધ નોંધાવ્યો હતો. તાલુકા ની આશાવર્કર બહેનો એ રંગ ઉપવન બાગ થી રેલી સ્વરૂપ સેવાસદન જઇ સેવાસદન બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી શિવની ગોયલ ને આવેદન પત્ર સુપ્રત કરી મુખ્ય માંગણીઓ જેમાં આશા વર્કર અને ફેસિલિટેટરનું રેગ્યુલર મહેકમ ઊભું કરવા, ઇન્સેંટિવ પ્રથા બંધ કરી આશાવર્કર અને ફેસીલિટેટર બહેનો ને લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર આપવા, અન્ય કર્મચારીઓની જેમ 180 દિવસ સ્વેટન મેટરનીટી લીવ આપવા, ઉમરભેદ રાખ્યા સિવાય તમામ આશા વર્કર બહેનો ને પેન્શન યોજના નો લાભ આપવા, ખેડા જિલ્લાની આશાવર્કરને જૂન મહિના પછી કોરોનાની કામગીરી બદલ પ્રોત્સાહક રકમ આપવા સરકાર આદેશ કરે, પગાર નિયમિત ચુકવા બાબત, તેમજ દરવર્ષે યુનિફોર્મ બે સાડી આપવા, સહિત ની માંગણીઓ સાથે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. સાથે જ આગામી સમય માં 16મી થી શરૂ થનાર કોરોના વેક્ષિણ અંગે તેમણે જણાવ્યુ હતું કે સરકાર માંગણીઓ પૂરી કરે કે ન કરે જનતા માટે અમે કામ કરીશું પણ જો માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું ની ચીમકી ઉચ્ચારી હતી.