Dabhoi : ચાંદોદ ખાતે વિજય દિવસ સમારોહ રાખવામાં આવ્યો

પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલ પરમહિતધામ ખાતે પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ તેમજ પરમવીર મિશન દ્વારા ભારતીય શુરવીર સૈનીકોનો આજે વિજય દિવસ હોય તે દીને વિજય દિવસ સમાહરોહ રાખવામાં આવ્યો હતો સાથે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સાલ ઓઢાવી સ્વાગત કર્યું હતું.
યાત્રાધામ ચાંદોદ પાસે આવેલ પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ અને પરમવીર મિશન દ્વારા વિજય દિવસ સમારોહ રાખવામાં આવ્યો હતો સાથે 1971 માં પાકિસ્તાન ની સામેના યુદ્ધ માં સામીલ ભારતીય શુરવીર સૈનિકો નું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.જેમાં 20 જેટલા રીટાયર સૈનિકો હાજર રહ્યા હતા.જયારે 16 ડિસેમ્બર 1971 ના દિવસે ભારત પાકિસ્તાન યુદ્ધમાં અભૂતપૂર્વ વિજય થયો હતો અને ભારત પાકિસ્તાનના સકાંજામાંથી બાંગ્લાદેશ ને આઝાદી અપાવી હતી એ અવસરે શહીદ જવાનો ને યાદ કરી અને જે રીટાયર જવાન ને સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી
કર્નલ વિનોદ ફરનીકર વોર વેદ્રન,સાર્જન્ટ દિનેશ પટેલ વોર વેદ્રન,ચિંતાનભાઈ પરમવીર મિશન,પી.એસ.આઇ પી.એમ.રોડોલીયા વેદ્રન સાથે બીજા કર્નલો,સાજેન્ટ,વોર વેદ્રન,વેદ્રનો ને મુમેન્ટ તેમજ સર્ટિફિકેટ આપી સાલ ઓઢાવી ને સ્વાગત કરવા માં આવ્યું હતું.આ પ્રસંગે સતીશભાઈ પુરોહિત,પરમવીર મિશન ના ચિંતનભાઈ પરીખ,રાધે ફોઉન્ડેશન ના જયેશભાઇ ચોકસી,બરોડા ફેડરેશન ના રૂકમિલ ભાઈ, સરપંચ,આર.એસ.એસ ના જયેશભાઇ ભટ્ટ,દેવેન્દ્ર જોશી,ભાવિન ગાંધી,સહિત ના ચાંદોદ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.