Dabhoi : ભારતી યુવા સમિતિના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગા રેલી યોજાઈ

ડભોઇ ખાતે માં ભારતી યુવા સમિતિ ના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં 500 બાઇક અને 50 જેટલી કાર જોડાઈ હતી. અને નગર ના વિવિધ માર્ગો ઉપર ફરી હતી.
ડભોઇ ખાતે માંભારતી યુવા સમિતિ ના ઉપક્રમે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 ઉપરાંત બાઈકો અને 50 ઉપરાંત કાર સાથે બાઇક રેલી નો પ્રારંભ ડભોઇ સરિતા ક્રોસિંગ થી કરવામાં આવ્યો હતો આ રેલી માં ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ભાજપ ના આગેવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા મુખ્ય આયોજન યુવામોરચા ઉપપ્રમુખ ગૌરવ જોશી, હાર્દીક ચૌહાણ સહિત માંભારતી યુવા સમિતિ ના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ડીજેના તાલ સાથે આ રેલી સરિતા ક્રોસિંગ થી નિકડી ડેપો, વડોદરીભાગોળ, ટાવર, કન્યાશાળા, જૈનવાગા, નાંદોદી ભાગોળ, કુંભારવાગા થી ફરી ડેપો ખાતે સમપાન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે વિશાલ ભાઈ શાહ, દીક્ષિતભાઈ દવે, બીરેનભાઈ શાહ, ધ્રુમિલભાઈ મહેતા,અમિતભાઈ સોલંકી, સહિત મોટી સંખ્યા માં યુવાનો અને ભાજપ અગ્રણીઓ જોડાયા હતા.