Dabhoi : મામલતદાર પૂજા આર.સાહની દ્વારા બજારમાં ચેકિંગ હાથ ધરાયુ

ડભોઇ આગામી ઉતરાયણ પર્વ ને ધ્યાન માં રાખી સરકાર માથી કોરોના મહામારી ને લઈ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જે અનુસંધાને આજ રોજ ડભોઇ પ્રાંતઅધિકારી શિવાની ગોયલ તેમજ મામલતદાર પૂજા આર.સાહની દ્વારા બજારો માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ ઉતરાયણ લક્ષી ગાઈડ લાઇન નું પાલન કરવા સૂચનો કરવામાં આવ્યા હતા.
આગામી 14મી જાન્યુઆરી ના રોજ સમગ્ર ગુજરાત માં ઉતરાયણ પર્વ ની ઉજવણી થનાર છે ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારી જેવી બીમારી ને ધ્યાન માં રાખી સરકાર દ્વારા ઉતરાયણ અનુલક્ષી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંઝા, નાયલૉન તેમજ પ્લાસ્ટીક દોરી, કાચી પાયેલી,સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટિંગ કરેલ હોય તેવી દોરીઓ વગેરે ગેરકાયદેસર વસ્તુનું વેચાણ ન થાય તે માટે ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી શિવાની ગોયલ અને મામલતદાર પૂજા આર.સાહની દ્વારા પોલીસ સ્ટાફ અને વહીવટી સ્ટાફ ને સાથે રાખી ડભોઇ નગરપાલીકા વિસ્તારમાં ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સરકાર ની ઉતરાયણ અનુલક્ષી કોરોના મહામારીની ગાઈડલાઇન નું પાલન કરવા સૂચનો અપાયા હતા.