Dabhoi : વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવ કેન્દ્ર નું ઉદ્ધઘાટન કરાયું

ડભોઇ ખાતે પક્ષીઓ ને બચવાનું કર્યા છેલ્લા 4 વર્ષ થી વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવાનો કરી રહ્યા છે ત્યારે ચાલુ સાલ ઉતરાયણ પર્વપૂર્વે કરુણા અભીયાન અંતર્ગત વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવ કેન્દ્ર નું ઉદઘાટન ડભોઇ મામલતદાર પૂજા આર.શાહની ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ડભોઇ તા.14મીના રોજ ઉતરાયણ પર્વ ને ધ્યાન માં રાખી વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવાન વૈભવ પટેલ અને તેમની ટિમ છેલ્લા ચાર વર્ષ થી પક્ષીઓ ની સેવામાં અવિરત ફરજ બજાવી રહ્યા છે ચાલુ સાલ પણ રાધેકોમ્પલેક્સ ખાતે તેમના દ્વારા નગર અને તાલુકા માં પક્ષીઓ ને દોરી થી થતી ઇજાઓ ની સારવાર સમય સાર મળી રહે તે માટે પક્ષી બચાવ કેન્દ્ર નું ઉદઘાટન મામલતદાર પૂજા આર.શાહની ના વરદ હસ્તે કરાવ્યુ હતું આ કેમ્પ તા.13મી જાન્યુઆરી થી 15મી જાન્યુઆરી સુધે ચાલનાર છે જે અંગે વૈભવ પટેલ દ્વારા કેન્દ્ર ની મુલાકાતે આવેલ ડભોઇ ના મહાનુભાવો ને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વન વિભાગ ના ફોરેસ્ટર રતનસિંહ ભીમસિંહ બારિયા, ફોરેસ્ટર કે.બી.રાઠવા, વડોદરા જીલ્લા કેડવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, બીરેણભાઈ શાહ, અમિતભાઈ સોલંકી, તેમજ પ્રવીણભાઈ જોશી ખાસ ઉપસ્થીત રહ્યા હતા.