Dabhoi : વડોદરા રોડ ઉપર વહેલી સવારે છોટાહાથી ટેમ્પા થયો પલ્ટી

ડભોઇ વડોદરા રોડ ઉપર વહેલી સવારે અસ્થીર મગજ ના એક ઈસમ ને બચવા જતાં કાર ચાલકે એકા એક બ્રેક મારતા પાછળ થી આવતા ફ્રૂટ છોટાહાથી ટેમ્પાના ચાલકે કાર ને ટક્કર મારી રોડ ની બાજુની ખાઈ માં પલ્ટી મારી ગયો હતો સમગ્ર બનાવ માં કોઈ જાનહાની થવા પામી ન હતી.
ડભોઇ વડોદરા રોડ ઉપર વડોદરા થી આવતી એક કાર ચાલક ની આગળ અચાનક એક અસ્થીર મગજનો ઈસમ આવી જતાં કાર ચાલકે એકા એક બ્રેક મારતા તેનો બચાવ થયો હતો જે અરસામાં કાર ની પાછળ પૂર ઝડપે આવતા ફ્રૂટ ભરેલ છોટાહાથી ટેમ્પો ના ચાલક નું સ્ટેરિંગ ઉપર થી કાબૂ જતાં કાર ને ટક્કર મારી રોડ ની બાજુના ખાડામાં પલ્ટી મારી ગયો હતો સમગ્ર બનાવ માં કાર માં સવાર 4 લોકો અને ટેમ્પા માં સવાર ચાલક અને ક્લીનર તમામ નો આબાદ્દ બચાવ થયો હતો સદનશીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી ડભોઇ પોલીસ ઘટના સ્થળે આવી જતાં ટ્રાફીક ને કંટ્રોલ કર્યું હતું. આશરે 1 કિલોમીટર જેટલો ટ્રાફીક જામ સર્જાયો હતો.