Dabhoi : શ્રી રામ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના કાર્યાલયનું ઉદ્દઘાટન

ડભોઇ શિનોર ચોકડી ખાતે શ્રી રામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ દ્વારા તા.14 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરીએ સુધી વડોદરા જીલ્લા ના દરેક ગામોમાં જઇ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવા અભીયાન હાથ ધરનાર હોય જે નિમિત્તે વિવિધ સાધુ સંતો ની ઉપસ્થીતીમાં કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ડભોઇ શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિદધી સમર્પણ અભીયાન નું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વિવિધ સાધુ સંતો પૂ.શિવરામદાસ બાપૂ,સીતારામ બાપુ કહોણા, પ.પૂ.ચેતના નંદેજી ચાંદોદ, પૂ.ક્રુષ્ણપુરાણી સ્વામી ડભોઇ, મહર્શી મસ્ત દાદુરામ મહારાજ, ચણવાડા, સહિત ની ઉપસ્થીતી માં શિનોર ચોકડી ખાતે શ્રી રામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ ના ઉપક્રમે કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુલસીભાઈ પટેલ, જયેશભાઈ ભટ્ટ વી.એચ.પી.વડોદરા વિભાગ મંત્રી,ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વીનભાઈ પટેલ, બીરેણભાઈ શાહ, અમિતભાઈ સોલંકી, ડો.મહેન્દ્ર પટેલ, ડો.સંદીપ શાહ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, સહિત નગર આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. મંદિર નિર્માણ માટે હિન્દુ પરીવાર પોતાનું યોગદાન સમર્પણ આપે અને મંદિર નિર્માણથી રાસ્ટ્ર નિર્માણના ભાવ સાથે જોડાય તે માટે આ અભિયાન નો 14મી જાન્યુઆરી થી 27મી ફેબ્રુઆરીએ સુધી વડોદરા જીલ્લાના 4 લાખ પરિવારોના ઘર ઘર જઈ સંપર્ક કરી અને નિધિ સમર્પણ એકત્રિત કરવામાં આવનાર છે જે માટે 7000 થી વધુ કાર્યકર્તાઑ અને 1320 વિસ્તારક પૂર્ણ સમય માટે જોડવાના છે. સમગ્ર ઉદ્ઘાટનનું આયોજન અભિયાન પ્રમુખ જયેશભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ પટેલ, જિગરભાઈ પંડ્યા, તેમજ અભિયાન સમિતિ ના મેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું.