Dang : ચંખલ ગામની 14 વર્ષની આદિવાસી દીકરી બની YouTube star

રાજયના એક માત્ર ગિરિમથક જ્યાં દેશ અને દુનિયાના લોકો મનોરંજન માટે આવતા હોય છે, જોકે ડાંગ જિલ્લાના 311 ગામો માં સ્થાનિક લોકો માટે સાપુતારા સિવાય મનોરંજનનું કોઈ સાધન નથી અહીંયા એક પણ સિનેમા હોલ નથી આવા વિસ્તારના અંતરિયાળ ગામમાં રહેતી 14 વર્ષ ની આદિવાસી દીકરી જાત મહેનત થી ગીત ગાતા શીખી અને YouTube star બની છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચંખલ ગામની 14 વર્ષની સીમરન પટેલ આજે yutyube star બની ગઈ છે, સીમરનને નાનપણથી ગીત ગાવાનો શોખ હતો એણે tv અને રેડીઓ માથી જોતા જોતા અને સાંભળીને ગીતો ગાવાનું શરુ કર્યું અને આજે એને youtube એ પ્લેર્ફોર્મ પૂરું પાડ્યું છે. ગત રાત્રીએ સીમરન નો live પૅફોર્મન્સ કાર્યક્રમ હતો જેમાં ગામના નાના ભૂલકાઓ એટલેકે પોતાના મિત્રો માટે સીમરને ગીતો ગાયા હતાં, મોઢા ઉપર માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ માં બેસેલા નાના શ્રોતાઓને ડાંગના જંગલમાં ઘર બેઠા સંગીત સંધ્યાનો આનંદ આપ્યો હતો. સાથે સુરત અને ડાંગના અન્ય સંગીત પ્રેમીઓ પણ સીમરનના live પરફોર્મન્સ ને માણવા આવ્યા અને તેનાથી પ્રભાવિત થયા હતાં. સીમરને શરૂઆતમાં ગુજરાતી અને સ્થાનિક ડાંગી ભાષામાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનો સંદેશ આપ્યો હતો.